Users માટે જોરો કા ઝટકા! Call અને Internet યૂઝ કરવાનું થશે ખર્ચાળ, જાણો કેમ
આ સમયે પેટ્રોલના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. પરંતુ મોંઘવારી હજુ તમને વધારે પરેશાન કરી શકે છે. આવનારા થોડા દિવસોમાં તમારું મોબાઇલ બીલ પણ વધી જશે
Trending Photos
નવી દિલ્હી: આ સમયે પેટ્રોલના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. પરંતુ મોંઘવારી હજુ તમને વધારે પરેશાન કરી શકે છે. આવનારા થોડા દિવસોમાં તમારું મોબાઇલ બીલ પણ વધી જશે. ટેલીકોમ કંપનીઓએ તેમના ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
એપ્રિલ મહિનાથી રેમાં કરી શકે છે વધારો
Airtel, Jio, BSNL અને Vi તેમના હાલના ટેરિફ પ્લાનમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. Buisness Standard ની રિપોર્ટ અનુસાર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીના (ICRA) રિપોર્ટ અનુસાર આગામી 1 એપ્રિલથી શરૂ થઈ રહેલા નાણાકીય વર્ષ 2021-22 માં તેમના રેવેન્યૂને વધારવા માટે કંપનીઓ ફરી એકવાર ટેરિફ મોંઘા કરી શકે છે.
Vi એ આપ્યા સંકેત
હાલમાં જ વોડાફોન- આઇડિયા (Vi) એ સંકેત આપ્યા છે કે, આવનારા થોડા દિવસમાં ટેરિફ પ્લાનમાં વધારો થશે. તેના માટે લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.
220 રૂપિયા સુધીનો થઈ શકે છે વધારો
રિપોર્ટ અનુસાર ICRA આશા વ્યક્ત કરી છે કે Tariff માં વધારો કરવાથી એવરેજ રેવેન્યૂ પર યૂઝર (ARPU) એટલે કે પ્રતિ ગ્રાહક સરેરાશ રાજસ્વમાં સુધારો થઈ શકે છે. વર્ષની વચ્ચે આ લગભગ 220 રૂપિયા હોઈ શકે છે. તેના અગામી 2 વર્ષમાં ઇન્ડસ્ટ્રીનો રેવેન્યૂ 11 ટકાથી 13 ટકા વધુ નાણાકીય વર્ષ 2022 માં ઓપરેટિંગ માર્જિન લગભગ 38 ટકા વધશે.
ટેલીકોમ કંપનીઓ પર 1.6 લાખ કરોડ રૂપિયા બાકી
ટેલિકોમ કંપનીઓ પર બાકી કુલ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) રૂ. 1.69 લાખ કરોડ છે. અત્યાર સુધીમાં ફક્ત 15 ટેલિકોમ કંપનીઓએ ફક્ત 30,254 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એરટેલના આશરે 25,976 કરોડ રૂપિયા, વોડાફોન આઈડિયા 50,399 કરોડ રૂપિયા અને ટાટા ટેલિસર્વિસિસનું લગભગ 16,798 કરોડ રૂપિયા બાકી છે. કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં 10 ટકા અને બાકીની રકમ આગામી વર્ષમાં ચૂકવવાની રહેશે.
2019 માં વધાર્યા હતા ટેરિફ રેટ
તમને જણાવી દઇએ કે, 2019 માં પ્રથમ વખત કંપનીઓએ ટેરિફ વધાર્યો હતો. ટેલીકોમ કંપનીઓએ ડિસેમ્બર 2019 માં ટેરિફના રેટમાં વધારો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે