હવે સ્માર્ટફોન દ્વારા થશે પાણીની શુદ્ધતાની તપાસ, બિમારીઓમાંથી પણ મળશે છૂટકારો
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, તેમણે સ્માર્ટફોન અને ઈન્જેક્ટ પ્રિન્ટરથી બનાવવામાં આવેલા એક લેન્સનો ઉપયોગ કરીને ઓછી કિંમતવાળી એક પ્રણાલીનો વિકાસ કરાયો છે, જે નળના પાણીમાં પારાના એ સ્તરને જાણવા માટે સક્ષમ છે જેને સામાન્ય રીતે ખતરનાક માનવામાં આવે છે
હ્યુસ્ટનઃ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, તેમણે સ્માર્ટફોન અને ઈન્જેક્ટ પ્રિન્ટરથી બનાવવામાં આવેલા એક લેન્સનો ઉપયોગ કરીને ઓછી કિંમતવાળી એક પ્રણાલીનો વિકાસ કરાયો છે, જે નળના પાણીમાં પારાના એ સ્તરને જાણવા માટે સક્ષમ છે જેને સામાન્ય રીતે ખતરનાક માનવામાં આવે છે.
આ પ્રણાલીમાં નેનો-કલરીમેટ્રી (રંગ દ્વારા રાસાયણિક વિશ્લેષણ) અને સ્માર્ટફોન માઈક્રોસ્કોપ પ્લેટફોર્મમાં ડાર્ક ફિલ્ડ માઈક્રોસ્કોપી સાથે જોડવામાં આવી છે, જે અમેરિકન પર્યાવરણ સંરક્ષણ એજન્સી (ઈપીએ) દ્વારા નિર્ધારિત સુરક્ષા ધોરણોથી નીચેના સ્તરને શોધે છે. અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર વે. ચુઆન શિહે જણાવ્યું કે, આ પદ્ધતિ ઝડપી, ઓછી કિંમતવાળી અને પીવાના પાણીમાં પારાના પ્રમાણને શોધી કાઢવામાં સક્ષમ છે.
પારાનું ઓછું પ્રમાણ પણ ગંભીર આરોગ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે. ખાસ કરીને નાના બાળકોમાં તંત્રિકા સંબંધિત સમસ્યા પેદા થવાનું જોખમ વધી જાય છે. ઈપીએ ધોરણો પ્રમાણે પીવાના પાણીમાં પારાનું સ્તર પ્રતિ અબજ 15મા ભાગથી નીચે હોવું જોઈએ અને શિહે જણાવ્યું કે, વર્તમાનમાં ઉપલબ્ધ તપાસ કિટથી એ સ્તર સુધીના પારાની હાજરીને શોધવામાં સક્ષમ નથી. આ પદ્ધતિની વિસ્તૃત વિગતો 'એનાલિટિકલ કેમિસ્ટ્રી' મેગેઝિનમાં આપવામાં આવી છે.
વધુ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે!
ઉનાળો હોય કે શિયાળો પાણી પીવાના ફાયદા અંગે તો તમે ઘણું બધું વાંચ્યુ હશે. ઘર-પરિવારમાં વડીલો પણ પાણીનું વધુ ને વધુ સેવન કરવાનું કહેતા આવ્યા છે. ઉનાળામાં શરીરમાં પાણીની માગ વધી જાય છે. જોકે, તમે એ જાણીને ચકીત થઈ જશો કે, જરૂર કરતા વધારે પાણી પીવાથી પણ તમને મુશ્કેલી થઈ શકે છે. હા, તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં એ જાણવા મળ્યું છે કે, જરૂર કરતા વધુ પાણી પીવાથી તમારા મગજમાં સોજો આવી શકે છે.
આ સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, વધુ પાણી પીવાથી તમારા શરીરમાં સોડિયમનું લેવલ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે મગજમાં સોજો આવી શકે છે. સોજો વધવાથી હાઈપોટ્રિમિયાનું જોખમ વધી જાય છે. આ એક ખતરનાક સ્થિતી હોય છે. આથી વધુ પાણી પતાં પહેલાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે.