નવી દિલ્હી: લોકોના હાઇટેક થવાની સાથે જ હવે કંપનીઓ પણ પોતાને ગ્રાહકોની નજીક રાખવા માટે કોઇ કસર છોડવા માંગતી નથી. ટ્રેવલ પોર્ટલ અને હોમ એપ્લાયન્સ કંપનીઓ દ્રારા વોટ્સઅપ પર સેવાઓ ઉપલબ્ધ કરાવવાની વાત તો તમે સાંભળી જ હશે. હવે આ લાઇનમાં ગેસ સિલેન્ડર કંપનીઓ પણ આવી ગઈ છે. જો કે, હવે તમે મિત્રો અને ઘરવાળા સાથે ચેટિંગ કરતા કરતા પોતાનો ગેસ સિલિન્ડર વોટ્સએપ પરથી બુક કરાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત પેટ્રોલિયમે શરૂ કરી વોટ્સએપ બુકિંગ સેવા 
દેશની બીજા નંબરની તેલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ (BPCL)એ ગેસ ઉપભોક્તાઓ માટે નવી સુવિધા શરૂ કરી છે. અમારા સહયોગી zeebiz.com ના અનુસાર હવે તમે વોટ્સએપ દ્રારા પણ ગેસ સિલેન્ડર બૂક કરાવી શકો છો. વોટ્સએપ પર ગેસ સિલેન્ડર બુક કરવાની સુવિધા આખા દેશમાં શરૂ કરવામાં આવી છે. ભારત પેટ્રોલિયમ (Bharat Petroleum) એ દેશભરમાં 71 મિલિયનથી પણ વધારે ગેસ વપરાશકર્તા છે. ગેસ વિતરણના મામલે ભારત પેટ્રોલિયમ ઈન્ડિયન ઓઈલ પછી બીજા નંબરની સૌથી મોટી કંપની છે. 


આવી રીતે કરો તમારો સિલેન્ડર બુક 
ભારત ગેસના જણાવ્યા અનુસાર, રસોઈ ગેસ વપરાશકર્તા વોટ્સએપ નંબર 1800224344 પર પોતાનો ગેસ સિલેન્ડર બુક કરાવી શકે છે. ધ્યાન રાઓ કે આ વોટ્સએપ નંબર પર ફક્ત તે જ ફોન નંબરથી ગેસ બૂક કરવામાં આવશે જે નંબર ગેસ એજન્સીમાં રજિસ્ટર્ડ હશે. વોટ્સએપ પર સિલેન્ડર બુક કરાવ્યા પછી ગ્રાહકને ફોન નંબર પર બૂકિંગનો મેસેજ આવશે, જેમાં બુકિંગ સંખ્યા જણાવામાં આવશે. આ મેસેજમાં ગેસ સિલેન્ડરનું ઓનલાઈન પેમેન્ટ કરવા માટે એક લિંક પણ આપવામાં આવેલી હશે. આ લિંક પર ગ્રાહશ ડેબિટ, ક્રેડિટ, યૂપીઆઈ કે પછી બીજા ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ દ્રારા પણ કિંમત ચૂકવી શકે છે. 


ગેસ બુકિંગ માટે વોટ્સએપ નંબર લોન્ચ કરતા કંપનીના માર્કેટિંગ ડાયરેક્ટર અરૂણ સિંહએ કહ્યું કે હવે લોકો માટે ગેસ સિલેન્ડર બુક કરાવાનું વધુ સરળ થઇ જશે. વોટ્સએપનું ચલણ વધવાથી દરેક તેનો ઉપયોગ કરવાનું જાણે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube