નવી દિલ્હી: હવે તમારે રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (NPS) ખરીદવી અને સરળ થઇ ગયું છે. ફોર્મ ભરવાથી માંડીને લાઇનમાં ઉભા રહેવા જેવી સમસ્યાઓ ખતમ થવાની છે. હવે પેટીએમ (PayTM) વડે પણ રાષ્ટ્રીય પેન્શન સ્ક્રીમ (NPS) ખરીદી શકો છો. પેટીએમ મનીએ પોતાની એપ પર રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (National Pension Scheme) ઉમેરી છે. PFRDA તરફથી તેની મંજૂરી મળ્યા બાદ તેને એનપીએસને પોતાની એપ પર સામેલ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ નિવેદન અનુસાર 'તેનાથી રોકાણકારોને લાભ થવાની આશા છે. તેમણે એક તરફથી પોતાના સેવાનિવૃત્તિ માટે બચતમાં મદદ મળશે તો બીજી તરફ ટેક્સ લાભ પણ મળશે. ઉલ્લેખનીય છે કે 2009માં એનપીએસને દેશના તમામ નાગરિકો માટે ખોલી દેવામાં આવી છે. તેના હેઠળ દેશનો કોઇપણ નાગરિક તેની સાથે જોડાઇ શકે છે. નિવેદન અનુસાર રોકાણકાર હવે સરળતાથી એપ દ્વારા એનપીએસ સાથે જોડાઇ શકે છે. 


શું હોય છે નેશનલ પેન્શન સ્કીમ
રાષ્ટ્રીય પેન્શન યોજના ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એક રિટાયરમેન્ટ સ્કીમ છે. તેને 1 જાન્યુઆરી 2004ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં એનપીએસ સરકારમાં ભરતી થનાર નવા કર્મચારીઓ (સશસ્ત્ર સેના બળો ઉપરાંત) માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ 1મે 2009થી આ સ્વૈચ્છિક આધાર પર અસંગઠિત ક્ષેત્રના કારીગરો સહિત દેશના તમામા નાગરિકો પુરી પાડવામાં આવી રહી છે. 


કોણ ખરીદી શકે છે એનપીએસ
દેશના કોઇપણ નાગરિક (જેની ઉંમર 18થી 60 વર્ષ વચ્ચે હોય) પોતાના રિટાયરમેન્ટ માટે આ યોજનામાં રોકાણ કરી શકે છે. તેને આ યોજનાનો લાભ મળશે. સેવાનિવૃતિ એટલે કે 60 વર્ષની આયુ પુરી થયા બાદ તમે તમારું ખાતું બંધ કરી શકે છે. આ દરમિયાન તમે પોતાની રોકાણ કરેલી રકમમાંથી થોડા પૈસા એક હપ્તો નિકાળી શકો છો અને બાકી બચેલા પૈસાથી તમને એક વાર્ષિક ઉત્પાદ (એન્યૂટી પ્લાન) ખરીદવાનો હોય છે. તેને એન્યૂટી પ્લાન મુજબ રોકાણ કરનાર વ્યક્તિને એક નિશ્વિત ધનરાશિ પેન્શનના રૂપમાં મળવા લાગે છે. 


(PTI Inputs)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube