નવી દિલ્હી: Nubia આગામી અઠવાડિયે (6 સ્પટેમ્બર) ના રોજ Red Magic 6S Pro ફોન લોન્ચ કરવા જઇ રહી છે. હવે એક નવો અનબોક્સિંગ વીડિયોએ સ્માર્ટફોનની ડિઝાઇનનો ખુલાસો કર્યો છે અને સાથે જ  કેટલાક સ્પેસિફિકેશન્સ પણ સામે આવ્યા છે. જોલોટેકના એક નવા વીડિયોમાં, ટેક YouTuber એ રેડ મેજિક  6S પ્રોનું એક પૂર્ણ અનબોક્સિંગ વીડિયો શેર કર્યો. સાથે જ નવા હેન્ડસેટ વિશે પોતાના વિચારો શેર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Red Magic 6S Pro ની RAM
YouTuber એ ખુલાસો કર્યો છે કે 6S પ્રો ઘણા સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ થશે જેમાં ''સાઇબોર્ગ 12GB રેમ + 128GB સ્ટોરેજ, સાઇબોર્ગ 16GB રેમ + 256GB સ્ટોરેજ, અને ઘોસ્ટ 16GB રેમ + 256GB સ્ટોરેજ સ્ટોરેજ વેરિએન્ટ સામેલ છે. 

OMG! ડોક્ટરે 7 કલાકમાં કરી નાખી 101 મહિલાઓની નસબંધી, સરકારે આપ્યા તપાસના આદેશ


Red Magic 6S Pro
YouTuber ના અનબોક્સ કરવામાં આવેલા વર્જનમાં 128GB સ્ટોરેજ સાથે ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 888+ બતાવવામાં આવ્યું છે. 6.8 ઇંચની AMOLED ડિસ્પ્લેને સપોર્ટ કરે છે જેમાં 165Hz રિફ્રેશ રેટ સાથે FHD + રિઝોલ્યૂશન અને 700 નિટ્સની બ્રાઇનેટ છે. ફ્રન્ટ પેનલમાં આ ડિસ્પ્લે ફિંગરપ્રિંટ રીડર પણ છે. 


Red Magic 6S Pro નો કેમેરો
પાછળની તરફ  6S પ્રો માં 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે ત્રિપલ કેમેરા સેટઅપ, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ લેંસ અને બીજો 2 મેગાપિક્સલનું સેંસર છે. Zollotech ના અનુસાર ફોનમાં 5,050mAh ની મોટી બેટરી પેક છે જે 120W એર કૂલ્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનને વિશેષ રૂપથી ગેમિંગ લવર્સ માટે બનાવવામાં આવ્યો છે. આ ફોનને કલાકો રમવા છતાં ગરમ થશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube