OMG! ડોક્ટરે 7 કલાકમાં કરી નાખી 101 મહિલાઓની નસબંધી, સરકારે આપ્યા તપાસના આદેશ

છત્તીસગઢ (Chhattisgarh) માં એક આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ત્યાં ડોક્ટરે 7 કલાકમાં 101 મહિલાઓની નસબંધી (Sterilization) કરી નાખી. ઘટનાનો ખુલાસો થતાં પ્રદેશ સરકારે ડોક્ટર અને નસબંધી શિબિરના સંચાલક વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે. 

OMG! ડોક્ટરે 7 કલાકમાં કરી નાખી 101 મહિલાઓની નસબંધી, સરકારે આપ્યા તપાસના આદેશ

રાયપુર: છત્તીસગઢ (Chhattisgarh) માં એક આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ત્યાં ડોક્ટરે 7 કલાકમાં 101 મહિલાઓની નસબંધી (Sterilization) કરી નાખી. ઘટનાનો ખુલાસો થતાં પ્રદેશ સરકારે ડોક્ટર અને નસબંધી શિબિરના સંચાલક વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે. 

આ ગામમાં લગાવ્યો હતો નસબંધી કેમ્પ
રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવ ડોક્ટર આલોક શુક્લાએ જણાવ્યું કે વિભાગ તરફથી સરગુજા (Surguja) જિલ્લાના નર્મદાપુર ગામમાં નસબંધી (Sterilization) કેમ્પ લગાવવામાં આવ્યો છે. આ કેમ્પમાં ઓપરેશનની જવાબદારી ડોક્ટર જિબનૂસ એક્કાએ આપી હતી. તો બીજી તરફ બ્લોક મેડિકલ અધિકારી આર.એસ.સિંહને આ કેમ્પના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. 

7 કલાકમાં 101 મહિલાઓની નસબંધી
તેમણે જણાવ્યું કે રિપોર્ટ મળ્યો છે કે આ ગામમાં ફક્ત 7 કલાકની અંદર 101 મહિલાઓની નસબંધી (Sterilization) કરી દેવામાં આવી. જ્યારે શાસન તરફથી એક દિવસમાં વધુમાં વધુ 30 મહિલાઓની નસબંધી કરવાની લિમિટ છે. તેમણે જણાવ્યું કે નસબંધી કરાવનાર મહિલાઓની સ્થિતિ સામન્ય છે. જોકે શાસનની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ડોક્ટર અને બ્લોક મેડિકલ અધિકારીને નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ પણ બનાવવામાં આવી છે. 

ડોક્ટર અને શિબિર પ્રભારીને નોટિસ જાહેર
તમને જણાવી દઇએ કે ડોક્ટર જિબનૂસ એક્કાએ આ કારનામાના સમાચાર સરગુજા ક્ષેત્રના સ્થાનિક સમાચારપત્રોમાં છાપ્યા હતા. નસબંધી (Sterilization) શિબિરમાં અનિયમિતતાઓનો મામલો ઉજાગર થયા બાદ જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારી પી.એસ. સિસોદિયાએ 29 ઓગસ્ટના રોજ નસબંધી કરનાર ડોક્ટર જિબનૂસ એક્કા અને બ્લોક મેડિકલ અધિકારી આર.એસ.સિંહને કારણ દર્શક નોટિસ ઇશ્યૂ કરી હતી. આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે કઇ સ્થિતિમાં ત્યાં હાજર અધિકારીઓને શાસનના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું. 

પહેલાં પણ થઇ ચૂક્યા છે આવા કારનામા
જાણકારી અનુસાર છત્તીસગઢમાં આ પ્રકારની ઘટના પ્રથમ નથી. આ પહેલાં પણ રાજ્યના બિલાસપુર જિલ્લામાં નવેમ્બર 2014 માં એવો જ નસબંધી (Sterilization) કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં એક દિવસમાં 83 મહિલાઓની નસબંધી કરી દેવામાં આવી હતી. પછી તેમાંથી ઘણાની તબિયત બગડી ગઇ હતી. જેના લીધે 13 મહિલાઓના મોત થયા હતા. આ મામલે પણ ખૂબ હંગામો થયો હતો અને સરકારને કાર્યવાહી માટે મજબૂર થવું પડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news