નવી દિલ્હી: ઓકિનાવા ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવનાર ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની છે જેને સ્કૂટર્સ ગ્રાહકો માટે વ્યાજબી અને લાંબી રેંજવાળા વિકલ્પ પુરા પાડે છે. હવે કંપની માર્કેટમાં Okhi 90 નામનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઇ રહી છે જેને 24 માર્ચ 2022ના રોજ ભારતમાં રજૂ કરવામાં આવશે. આગામી ઓખી 90 નવું હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેને Okinawa ના પોર્ટફોલિયોમાં લો-સ્પીડ અને હાઇ-સ્પીડ બંને પ્રકારના સ્કૂટરનો વિકલ્પ હવે ગ્રાહકોને મળશે. આ સ્કૂટરનું ટેસ્ટ મોડલ ઘણીવાર ટેસ્ટીંગ વખતે જોવા મળ્યું છે જે જોવામાં ખૂબ આકર્ષક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટરસાઇકલની ફીલ આપનાર ડીઝાઇન
ઓકિનાવા આ ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે પહોળી ફ્રંટ કોલ અને તેના ઉપર લાગેલી એલઇડી ઇંડીકેટર્સ, એલઇડી હેડલેપ્સ અને એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ આપી શકે છે. આ સ્કૂટર ક્રોમ ગાર્નિશવાળા રિયર વ્યૂ મિરર્સ, ઉપસેલી પાછળની સીટ સાથે ચંકી ગ્રેબ રેલ, એલોય વ્હીલ્સ અને એલઇડી ટેલલાઇટ્સ સાથે આવશે. કંપનીએ ઓખી 90 ઇલેક્ટ્રિક સ્કૂટર મોટરસાઇકલવાળી ફીલ આપે તે પ્રમાણે ડીઝાઇન કરવમાં આવી છે. આ ઉપરાંત એલઇડી ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર પણ આપવામાં આવશે જે સ્પીડ, રેંજ અને બેટરી ચાર્જ જેવી ઘણી વસ્તુઓની જાણકારી રાઇડરને આપે છે. 

બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો


મળી શકે છે કનેક્ટેડ ટેક્નોલોજી
અનુમાન લગાવવામાં આવી રહ્યું ચેહ કે નવું ઇ-સ્કૂટર ઇ-સિમ સાથે આવશે જેનાથી કનેક્ટેડ ફીચર્સ સ્માર્ટફોન એપ્લિકેશનો ઉપયોગ કરી શકાશે. તેના દ્વારા ટર્ન-બાય-ટર્ન-નેવિગેશન, વ્હીકલ એલર્ટ, જિઓ ફેંસિંગ, ઇ-કોલ, ડાયગનોસ્ટિક અને રાઇડ બિહેવિયર એનાલિસિસ જેવા ઘણા ફીચર્સ સ્કૂટર સથે જોડાશે. કંપનીએ અત્યાર સુધી સ્કૂટરની ક્ષમતાની કોઇ જાણકારી આપી નથી. પરંતુ તેને લિથિયમ-આયન બેટરી પેક મળી શકે છે. તેની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક હોઇ શકે છે અને એક ચાર્જમાં 150 કિમી સુધી ચાલી શકશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટરના મુકાબલે ઓછી હશે કિંમત
ઓકિનાવા ઓખી 90 નો મુકાબલો ભારતીય બજારમાં ઓલા એસ પ્રો, સિંપલ વન, બજાજ ચેતક અને ટીવીએસ આઇક્યૂબ ઉપરાંત ઇથર 450 એક્સ જેવા ઘણા અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે થશે. કંપનીએ અત્યારસ ઉધી આ સ્કૂટરની કિંમતનો ખુલાસો કર્યો નથી. જોકે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઓખી 90 ની કિંમત ખૂબ આકર્ષક હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube