Ola ગ્રાહકો માટે ખુશખબરી, આવી ગયો આતુરતાનો અંત, આ તારીખે મળશે ઇલેક્ટ્રિક સ્કૂટર
ઓલા ઇલેક્ટ્રિકએ આ સ્કૂટરને બે વેરિએન્ટ- S1 અને S1 પ્રોમાં રજૂ કર્યો હતો. તેમાં જ્યાં S1 2.98 કિલોવોટની બેટરી પેક સાથે આવે છે. તો S1 પ્રોને 3.97 કિલોવોટની બેટૅરી પેકથી સજ્જ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: Ola Electric Scooter ના ભારતમાં લોન્ચ થયા બાદ જ દમદાર પ્રતિક્રિયા મળી હતી અને લગભગ 4 મહિનાની રાહ જોયા બાદ હવે ગ્રાહકોને તેની ડિલેવરી મળવાની છે. ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) ના સીઇઓ ભાવિશ અગ્રવાલે ટ્વિટર પર જાણકારી આપ્તાં કહ્યું કે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ 15 ડિસેમ્બરથી 2021 થી ગ્રાહકોને મળવાનું શરૂ થઇ જશે. કંપનીએ પહેલાં 25 નવેમ્બરથી તેની ડિલેવરી શરૂ કરવાની વાત કહી હતી. તમને જણાવી દઇએ કે ઓલા S1 માટે શરૂઆતી કિંમત 1 લાખ રૂપિયા છે જે S1 પ્રો માટે 1.20 લાખ રૂપિયા સુધી જાય છે.
S1 પ્રો ના એક ચાર્જમાં 180 કિમી સુધી દોડશે
ઓલા ઇલેક્ટ્રિકએ આ સ્કૂટરને બે વેરિએન્ટ- S1 અને S1 પ્રોમાં રજૂ કર્યો હતો. તેમાં જ્યાં S1 2.98 કિલોવોટની બેટરી પેક સાથે આવે છે. તો S1 પ્રોને 3.97 કિલોવોટની બેટરી પેકથી સજ્જ કરવામાં આવ્યું છે. S1 ને એકવાર ફૂલ ચાર્જ કરતાં 120 કિમી સુધી દોડાવી શકાય છે અને S1 પ્રોના એક ચાર્જમાં 180 કિમી સુધી દોડાવી શકાય છે. આ બંને ઇલેક્ટ્રિક સ્કૂટર્સની કિંમત અલગ-અલગ રાજ્યો દ્રારા આપવામાં આવનાર સબસિડી મુજબ કામ ઓછી થાય છે.
Omicron થી દેશમાં હડકંપ, અત્યાર સુધી મળ્યા આટલા કેસ, રાજ્યોએ કરી આ તૈયારી
દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રિક સ્કૂટર દ્રીચક્રી વાહન નિર્માતા પ્લાન્ટ
આ બંને ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું ઉત્પાદન ઓલા ઇલેક્ટ્રિકના તમિલનાડુમાં ચેન્નઇના નજીક સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. કંપનીએ આ પરિસરમાં નવા હાઇપર ચાર્જર સ્થાપિત કર્યું છે. થોડા સમય પહેલાં ઓલા ઇલેક્ટ્રિકે વાયદો કર્યો છે કે દેશભરના 400 શહેરોમાં 1 લાખથી વધુ જગ્યાઓ અને ટચપોઇન્ટ પર હાઇપર ચાર્જર ગ્રાહકોની સુવિધા માટે લગાવામાં આવશે. તમને જણાવી દઇએ કે ઓલા ઇલેક્ટ્રિકનો આ પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો ઇલેક્ટ્રિક ટુ વ્હિકર નિર્માતા પ્લાન્ટ બનવા જઇ રહ્યો છે અને હાલ તેની કમાન મહિલાઓ સંભાળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube