Omicron થી દેશમાં હડકંપ, અત્યાર સુધી મળ્યા આટલા કેસ, રાજ્યોએ કરી આ તૈયારી
દુનિયાના 38 દેશોમાં દહેશત ફેલાવી ચૂકેલા Omicron વેરિએન્ટ હવે ભારતને ડરાવવા લાગ્યો છે. ભારતમાં અત્યાર સુધી 4 દર્દીઓમાં Omicron વેરિએન્ટની પુષ્ટિ થઇ ચૂકી છે. ત્યારબાદ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાના 38 દેશોમાં દહેશત ફેલાવી ચૂકેલા Omicron વેરિએન્ટ હવે ભારતને ડરાવવા લાગ્યો છે. ભારતમાં અત્યાર સુધી 4 દર્દીઓમાં Omicron વેરિએન્ટની પુષ્ટિ થઇ ચૂકી છે. ત્યારબાદ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધી ગયો છે. પહેલાં ગુજરાતમાં ઝિમ્બાબ્વેથી પરત ફરી રહેલા 72 વર્ષના વડીલમાં Omicron નો સંક્રમણ મળ્યો. પછી મુંબઇમાં દક્ષિણ આફ્રીકાથી આવેલા વ્યક્તિ Omicron થી સંક્રમિત મળી આવ્યો. આ વ્યક્તિ દુબઇથી મુંબઇ પહોંચ્યો હતો.
Omicron એ ભારતની ચિંતા વધારે
દેશમાં Omicron વેરિએન્ટની એન્ટ્રી બાદ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટક અને ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં Omicron વેરિએન્ટના કેસએ ચિંતા વધારી છે.
ભારતમાં મળ્યા Omicron ના 4 કેસ
ભારતમાં અત્યાર સુધી 4 દર્દીઓમાં Omicron વેરિએન્ટની પુષ્ટિ થઇ ચૂકી છે. કર્ણાટકના બેગલુરૂમાં 2, મહારાષ્ટ્રના મુંબઇમાં 1 અને ગુજરાતના જામનગરમાં 1 દર્દીના Omicron વેરિએન્ટથી સંક્રમિત મળી આવ્યો છે. લગભગ 38 દેશોને પોતાની ચપેટમાં લઇ ચૂકેલા કોરોનાના Omicron વેરિએન્ટ લોકોની ચિંતા વધારી રહ્યો છે. દેશમા6 Omicron ના સતતા વધી રહેલા કેસએ ચિંતા વધારી દીધી છે.
દેશભરમાં Omicron નું એલર્ટ
ભારતમાં Omicron વેરિએન્ટના દર્દીઓના મળ્યા બાદ દેશ એલર્ટ પર છે. દિલ્હીના હોસ્પિટલોમાં જ્યાં Omicron ના ખતરાને જોતાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ બેંગલુરૂમાં બે કેસ આવ્યા બાદ કોરોનાના નિયમોમાં કડક કરવામાં આવી છે. દેશના ઘણા શહેરોમાં Omicron વેરિન્ટના કેસ મળ્યા બાદ દેશભરમાં સતર્કતા વર્તવામાં આવી રહી છે. દિલ્હીમાં હાઇ રિસ્ક દેશોમાંથી અવેલા 15 લોકોના સેમ્પલ Omicron વેરિએન્ટની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમાંથી 8 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તમામ સ્થિતિ છે. હિંદુરાવ હોસ્પિટલમાં Omicron પડકારનો સામનો કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
તો બીજી તરફ Omicron વેરિએન્ટના બે કેસ મળ્યા આવ્યા બાદ નવી ગાઇડલાઇન્સનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસનો પડકાર અને કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર પર દંડ ફટકારવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ Omicron વેરિએન્ટના ખતરાને લઇને કેંદ્રીય સચિવે 6 રાજ્યોને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે અને વધુ સર્તક રહેવાના નિર્દેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે