નવી દિલ્હી: ઓલા ઇલેક્ટ્રિક (OLA Electric) એ આ વર્ષે જુલાઇ સુધી ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ કંપની 'હાઇપરચાર્જર નેટવર્ક' પર કામ કરી રહી છે. જેના હેઠળ દેશના 400 શહેરોમાં એક લાખ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 વર્ષમાં બનશે 20 લાખ સ્કૂટર
ઓલાએ ગત વર્ષે તમિલનાડુમાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી લગાવવા માટે 2,400 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ ફેક્ટરી તૈયાર કર્યા બાદ 10,000 રોજગારની તકો ઉપલબ્ધ થશે. આ દુનિયાનો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હશે, જેનું વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ એકમોની હશે. 

મન મૂકીને વાપરો AC, લાઇટ બિલનું No ટેન્શન! જાણો સોલાર AC ના ફાયદા


જુલાઇમાં શરૂ થશે સ્કૂટરનો સેલ
ઓલાના ચેરમેન અને સીઇઓ ભાવેશ અગ્રવાલ (Bhavish Aggarwal) એ કહ્યું, 'અમે આ કારખાનું જૂન સુધી લગાવી દઇશું. અત્યારે શરૂઆતના 1 વર્ષમાં ફ્ક્ત 20 લાખ સ્કૂટર બની જશે. પરંતુ આગામી 12 મહિનામાં અમે મેન્યુફેક્ચરિંગને વધારીશું. તેમૅણે કહ્યું કે ફેક્ટરી શરૂ થયાના 1 મહિના બાદ એટલે કે જુલાઇમાં સ્કૂટરનું વેચાણ શરૂ થઇ જશે. 

Coronavirus: કોરોનાના દર્દીઓ માટે જીવલેણ થઇ શકે છે આ ભૂલો, ભૂલથી પણ ના કરશો


કંપનીએ કહ્યું કે ઓલાનું હાઇપર ચાર્જર નેટવર્ક (Hyper Charger Network) દુનિયાનું સૌથી વ્યાપક ઇલેક્ટ્રિક દ્વિચક્રી ચાર્જિંગ નેટવર્ક હશે. તેના હેઠળ 400 શહેરોમાં એક લાખ ચાર્જિંગ પોઇન્ટ લગાવવામાં આવશે. પહેલાં વર્ષમાં દેશના 100 શહેરોમાં 5,000 ચાર્જિંગ પોઇન્ટ લગાવવામાં આવશે જે માત્ર 18 મિનિટમાં સ્કૂટરને 50 ટકા ચાર્જ કરી શકશે. આ દેશમાં ચાર્જિંગ માળખાને બમણાથી વધુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube