નવી દિલ્હીઃ ઓલા સિંગલ ચાર્જમાં 200 કિલોમીટર સુધી ઈલેક્ટ્રિક સ્કૂટર ચલાવનારા ગ્રાહકોને મફતમાં ગેરુઆ ઈલેક્ટ્રિક સ્કૂટર આપશે. આ જાણકારી ઓલા ઈલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રવાલે આપી છે. આ માર્કેટિંગ કેમ્પેઈન અંતર્ગત ગ્રાહકોને ગેરુઆ ઈલેક્ટ્રિક સ્કૂટર ફ્રીમાં અપાઈ રહ્યું છે. જે ઓલા એસ1 પ્રોની સાથે હોળીની આસપાસ માર્કેટમાં લાવવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે, ગેરુઆ માટે બહુ સારી પ્રતિક્રિયા આવી છે. અને ફ્રી સ્કૂટરની ડિલીવરી ઓલાના તમિલનાડુ પ્લાન્ટમાં જૂન 2022થી શરૂ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવમાં 10 હજારનો ફાયદોઃ
છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ ગ્રાહકોને ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવામાં ડર લાગી રહ્યો છે. આ વચ્ચે ઓલા ઈલેક્ટ્રિક કંપનીએ સ્કૂટરની કિંમતમાં 10 હજારની છૂટ આપી છે. ઓલાએ ત્રીજી વખત S1 PRO માટે બુકિંગ લેવાનું શરૂ કર્યું છે. ઓલાએ પહેલીવાર ઈવીની કિંમતમાં 10 હજારની છૂટ આપી છે. જે પછી S1 PROના એક્સશો રૂમ કિમંત હવે 1.40 લાખ રૂપિયા થઈ ગઈ છે.


આ પણ વાંચોઃ Save Mobile Data: આ ટ્રિકથી જલ્દી નહીં પુરું થાય નેટ, કંપનીવાળા પણ વિચાર કરતા રહી જશે


ઈ-સ્કૂટરની ટેસ્ટ રાઈડ શરૂઃ
ઓલા ઈલેક્ટ્રિકે 15 ઓગસ્ટ 2021ના રોજ ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચ કર્યું હતું અને હવે કંપનીએ ત્રીજી વખત તેનું વેચાણ શરૂ કર્યું છે. જે આ રવિવાર સુધી શરૂ છે. કંપનીએ દેશભરના 5 શહેરોમાં ઈવીની ટેસ્ટ રાઈડ શરૂ કરી દીધી છે. અને ઓલાનું કહેવું છે કે, જે ગ્રાહકોનું બુકિંગ છે તેમની મેલ આઈડી પર ડિલિવરી અંગે જાણકારી આપવામાં આવશે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જમાં S1 PROને 185 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. જો કે, હકીકતમાં તે 131 કિલોમીટર સુધીની રેંજ આપે છે. તેની ટોપ સ્પીડ 115 કિલોમીટર છે. 


આગ લાગવાથી ગ્રાહકોમાં ડરઃ
છેલ્લા થોડા મહિનાઓમાં ઘણી એવી ઘટના સામે આવી છે જેમાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં લાગી લાગી હોય. ચાલતા સ્કૂટરમાં કે પછી પાર્ક કરેલા સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાથી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે બાદ પણ ઓલાએ એપ્રિલ 2022માં 12 હજાર 683 ગ્રાહકોને ઈલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી આપી છે. આ આંકડા સાથે જ ઓલાએ હીરો ઈલેક્ટ્રિકના વેચાણને પાછળ છોડી દીધું. આ સિવાય દેશમાં સૌથી ઝડપથી 10,000 ઈલેક્ટ્રિક સ્કૂટર વેચનારી કંપની બની ગઈ. જો કે, ઓલાએ આગ લાગવાની ઘટનાઓને ધ્યાને રાખીને આ મહિને 1441 ઈવી રિકોલ કરવું પડ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube