Save Mobile Data: આ ટ્રિકથી જલ્દી નહીં પુરું થાય નેટ, કંપનીવાળા પણ વિચાર કરતા રહી જશે
વારંવાર નેટ પુરુ થઈ જાય છે? તો ચિંતા ના કરો આ ટ્રિક અપનાવશો તે લાંબો સમય સુધી ચાલશે મોબાઈલનું ડેટા પેક.
Trending Photos
નવી દિલ્લીઃ આજકાલ યુવાઓથી માંડીને મોટી ઉંમરના લોકો પણ સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. લોકોના મનોરંજન અને માહિતી મેળવવાનું સૌથી મોટું હાથવગુ સાધન હવે મોબાઈલ થઈ ગયો છે. એમાંય હવે લગભગ દરેક લોકો મોબાઈલમાં ઈન્ટરનેટ યૂઝ કરતા થયા છે. એજ કારણ છેકે, મોબાઈલ કંપનીઓમાં પણ સતત ડેટા પેક અને વિવિધ ઓફર્સનું કોમ્પિટિશન વધી રહ્યું છે. એવામાં અમે તમારા માટે કેટલીક ટ્રિક લઈને આવ્યાં છીએ જેનાથી તમારો મોબાઈલનો ડેટા લાંબો સમય સુધી ચાલશે અને કંપનીવાળા પર વિચારમાં પડી જશે. પ્રયોગ કરતા હોય છે અને તેમને સૌથી મોટું ટેન્શન એક હોય છે કે નેટ ઝડપથી પતી જશે પરંતુ હવે આ ટેન્શનને દૂર કરવા અમે તમારા માટે આ ટ્રીક લાવ્યા છે આ ટ્રીક ફોલો કરશો તો ઓછો નેટમાં વધુ આનંદ લઈ શકશો.
પહેલા આ ચેક કરો-
તમારા મોબાઈલ ડેટાને ઝડપથી પૂર્ણ થતા રોકવા માટે સૌથી પહેલા ચેક કરો કે તમારા ફોનમાં નાંખેલી એપ્લીકેશનમાંથી કઈ એપમાં સૌથી વધુ નેટ વપરાય છે અને તેના ઉપયોગને તે હિસાબથી કન્ટ્રોલ કરો. કઈ એપના કારણે વધુ નેટ વપરાય છે તે જોવા માટે ફોનના સેટિંગ્સમાં જઈ 'ડેટા યૂસેજ'ના ઓપ્શનમાં જવાનું રહેશે.
આ ઓપ્શનને ઓન કરો-
લેટેસ્ટ ફોનમાં બેટરી સેવરની જેમ 'ડેટા સેવર'નો પણ ઓપ્શન હોય છે. જેને તમારે સેટિંગ્સમાં જઈને ઓન કરવાનું રહેશે. આ રીતે તમારો ફોન પણ તમારા ડેટાયૂસેઝને જરૂરતના હિસાબથી કંટ્રોલ કરશે.
સેટ કરો ડેટા લિમીટ-
એન્ટ્રોઈડ સ્માર્ટફોન્સમાં ઓપ્શન આપવામાં 'જત: આઈ' આ ઓપ્શનથી તમે તમારો ડેટાની લિમીટને સેટ કરી શકો છો. આ રીતે જ્યારે તમે એ લિમિટ સુધી પહોંચી જશો ત્યારે તમારા ફોનનું નેટ જાતે જ બંધ કરી દેશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે