ટોલ અંગે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક જાણકારી શેર કરી અને જણાવ્યું કે સરકાર જલદી ટોલ ખતમ કરવાનો પ્લાન કરી રહી છે. જેની જગ્યા નવી સિસ્ટમ લેશે. નવી ટોલ કલેક્શન સિસ્ટમ સેટેલાઈટ બેસ્ડ હશે અને જલદી શરૂ કરવામાં આવશે. જો કે હજુ આ અંગે ડેડલાઈન સામે આવી નથી. આ સિસ્ટમ હેઠળ યૂઝર્સ હાઈવે પર જેટલો સમય રહેશે એટલો જ ટોલ ટેક્સ વસૂલ  કરવામાં આવશે. આ ટોલ ટેક્સ બેંક એકાઉન્ટમાંથી ઓટોમેટિક રીતે કપાઈ જશે. જેનાથી યૂઝર્સના પૈસા પણ બચશે. 


માર્ચ 2024 સુધીમાં લાગૂ કરવાનો હતો પ્લાન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડિસેમ્બરની શરૂઆતમાં કહ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નો હેતુ માર્ચ 2024 સુધીમાં નવી સિસ્ટમને રજૂ કરવાનો છે. તેની મદદથી ટોલ પ્લાઝા પર લાગતો સમય ઓછો કરવો એ તેનો હેતુ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube