One Plus સ્માર્ટફોનનો ખરાબ ડિસ્પ્લે હવે ફ્રીમાં થઈ જશે રીપેર! નહીં ચૂકવવો પડે હવે એક પણ રૂપિયો
One Plus Policy: હવે વન પ્લસ યુઝર્સે સ્માર્ટફોનના ડિસ્પ્લેને રિપેર કરવા માટે પૈસા ખર્ચવા પડશે નહીં, કંપની ગ્રાહક તરફથી આ માટે વળતર આપશે.
Free Display Repair: માર્કેટમાં OnePlus સ્માર્ટફોન્સનો જબરદસ્ત ક્રેઝ છે અને તેનું કારણ છે આ સ્માર્ટફોન્સમાં ઉપલબ્ધ ફીચર્સ અને તેમની ડિઝાઇન. OnePlus સ્માર્ટફોનના ઘણા મૉડલ બજારમાં ઉપલબ્ધ છે અને કંપની સતત નવા મૉડલ લૉન્ચ કરી રહી છે જે ભારતીય સ્માર્ટફોન ગ્રાહકોની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.
છેલ્લા કેટલાક દિવસોથી વન પ્લસ સ્માર્ટફોન યુઝર્સે એક મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે કેટલાક મોડલની ડિસ્પ્લે પર અચાનક લીલી લાઇન દેખાવા લાગે છે. જો તમે તેને રીપેર કરવા કે ડિસ્પ્લે ચેન્જ કરવા જાઓ તો તમારે આ માટે 10,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે, પરંતુ સામાન્ય રીતે કોઈ પાસે આટલું બજેટ હોતું નથી. આવી સ્થિતિમાં વન પ્લસ એક નવી પદ્ધતિ લઈને આવ્યું છે, જેથી ગ્રાહકોને સ્માર્ટ ફોનની ડિસ્પ્લે બદલવા માટે એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે.
આ પણ વાંચો:
ઈલેક્ટ્રીક મીટરની બાજુમાં ફિટ કરી દો 800 રૂપિયાનું આ છોટુ ડીવાઇસ
ઓનલાઇન લીક થઈ The Kerala Story! વિવાદો વચ્ચે પણ બીજા દિવસે ધમાકેદાર કમાણી
આજે પંડ્યા બ્રધર્સ વચ્ચે કાંટાની ટક્કર, જાણો ગુજરાત-લખનૌ મેચની પીચ રીપોર્ટ
જો તમારા OnePlus સ્માર્ટફોનના ડિસ્પ્લે પર અચાનક ગ્રીન લાઇન દેખાવા લાગે, તો સમજવું કે તે ખરાબ અને ડીફેક્ટિવ છે. આવી સ્થિતિમાં તમારે વનપ્લસના કસ્ટમર કેર સેન્ટરમાં જવું પડશે. ત્યારે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનને કસ્ટમર કેર સેન્ટર પર ચેક કરવામાં આવશે અને જો તમારી સમસ્યા સાચી જણાય છે, તો તમને તેના વિશે કહેવામાં આવશે. અને આ ખામીયુક્ત ડિસ્પ્લે કંપની દ્વારા મફતમાં બદલી આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે તમારા OnePlus સ્માર્ટફોનની ખામીયુક્ત ડિસ્પ્લેને ફ્રીમાં બદલવા માટે તમારે એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. તમારો સ્માર્ટફોન વોરંટી હેઠળ છે કે નહીં, જો તેના ડિસ્પ્લે પર ગ્રીન લાઇન દેખાઈ રહી છે, તો કંપની તેને મફતમાં બદલી આપશે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી.
આ પણ વાંચો:
હંસ રાજ યોગથી આ 3 રાશિના જાતકોનું જાગી જશે સુતેલું ભાગ્ય, થશે ધનવર્ષા
Palmistry: જે લોકોના હાથમાં આવી રેખાઓ તેઓ ક્યારેય નથી ચઢી શકતા સફળતાની સીડી!
કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, સિંહ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube