નવી દિલ્હીઃ Jio Prepaid Plans: ટેલીકોમ કંપની Reliance Jio એ પોતાના યૂઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે અને આ પ્લાનથી દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે. આ Jio Plan ને કંપનીએ 365 દિવસની વેલિડિટી સાથે ઉતાર્યો છે, આવો અમે તમને નવા પ્લાનની કિંમત અને તેની સાથે મળનારા બેનિફિટ્સ વિશે વિસ્તારથી જાણકારી આપીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ Jio Recharge Plan ને રિલાયન્સ જિયોની સત્તાવાર વેબસાઇટ પર 20 ટકા JioMart Maha Cashback Offer હેઠળ લિસ્ટ કરવામાં આવ્યો છે. તેનો અર્થ થયો કે આ પ્લાનથી રિચાર્જ કરાવનાર યૂઝર્સને પ્લાનની સાથે મળનાર બેનિફિટ્સ તો મળશે પરંતુ સાથે જિયોમાર્કથી ખરીદી પર 20 ટકા કેશબેક પણ મળશે. 


Jio 2999 Plan Details
આ પ્લાનની સાથે કંપની દરરોજ 2.5 જીબી ડેટાની સાથે 365 દિવસની વેલિડિટી આપે છે, આ હિસાબથી પ્લાનમાં કુલ મળીને 912.5GB ડેટા તમને મળશે. સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. 


અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો પ્લાનની સાથે  Jio Cinema, Jio Tv સિવાય જિયો ક્લાઉડ અને જિયો સિક્યોરિટીનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ Jio ની જબરદસ્ત ઓફર, હવે 200 રૂપિયાના રિચાર્જ પર મળશે 200 રૂપિયાનું કેશબેક, આ રીતે ઉઠાવો ફાયદો


Disney+ Hotstar ની સાથે આવે છે 499 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ પ્લાનના લિસ્ટમાં 499 રૂપિયાના પ્લાનને જોડ્યો છે. 499 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેની સાથે દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલ અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ પ્લાનની સાથે નવા યૂઝર્સને જિયો પ્રાઇમ મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન પણ મળે છે. તો દરરોજ બે જીબી ડેટા ખતમ થયા બાદ સ્પીડ 64 કેબીપીએસની થઈ જાય છે. 


આ સિવાય પ્રીપેડ પ્લાન  Disney+ Hotstar ના એક્સેસ સાથે આવે છે. આ પ્લાનની સાથે યૂઝર્સોને કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટારનું એક વર્ષનું સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. જિયોનો આ વધુ એક પ્લાન લોકોને આકર્ષી રહ્યો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube