નવી દિલ્હી: OnePlus 9 Pro સ્માર્ટફોનને ભારતમાં આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક ટોપ એન્ડ વેરિએન્ટ છે અને કંપનીએ તેના કેમેરા સેટઅપ Hasselblad સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં બેક પેનલ પર ક્વાડ કેમેરા સેટઅપ અને તાકાત આપવા માટે ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 888 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OnePlus 9 Pro 5G બે વેરિએન્ટમાં આવે છે, જેમાં બેસ વેરિએન્ટ 64999 રૂપિયામાં આવે છે. પરંતુ જો તમે આ સ્માર્ટફોનને ખરીદવાનું સપનું પુરૂ કરવા માંગો છો તો તમારે દર મહિને લગભગ 3152 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ હપ્તો 2 વર્ષ સુધી ચાલશે. આ હપ્તાનો વિકલ્પ અમેઝોન પર એસબીઆઇ ક્રેડિટ કાર્ડની મદદથી લઇ શકાય છે. જોકે તેના પર વ્યજા ચૂકવવું પડશે. 

Jio નો ધાંસૂ પ્લાન, વધુ ડેટા સાથે મળશે Netflix-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શન


OnePlus 9 Pro 5G Specification
OnePlus 9 Pro 5G માં 6.7 ઇંચ લે-ફ્લ્યૂઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે., જો કે એમોલેડૅ પેનલ છે. તેનો રિફ્રેશ રેટ 120hz છે. આ લેટેસ્ટ LTPO technology ની સાથે આવે છે. આ ફોન વનપ્લસ ઓક્સીજન ઓએસ બેસ્ડ એંડ્રોઇડ 11 પર કામ કરે છે. તેમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. 

Business idea: ઝડપથી વધી રહી છે આ બિઝનેસની ડિમાન્ડ, માત્ર આટલા રૂપિયાનું રોકાણ કરી કરો મહિને 30 હજારની કમાણી


OnePlus 9 Pro 5G battery
વનપ્લસ 9 પ્રો સ્માર્ટફોન 4500 એમએએચની બેટરીની સાથે આવે છે. તેમાં 65W નો વાયર ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 50W ની વાયરલેસ ચાર્જર સિસ્ટમ આપવામાં આવી છે. આ ફોન ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 888 ચિપસેટ પર કામ કરે છે.


OnePlus 9 Pro 5G Camera
વનપ્લસ 9પ્રો 5જી માં બેક પેનલ પર ક્વાડ કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે.  આ ઉપરાંત 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇલ્ડ એંગલ કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ આ ફોનમાં 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube