ભારતમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે વનપ્લસનો નવો 5જી સ્માર્ટફોન, ફીચર્સ જાણી થઈ જશો ખુશ
OnePlus Ace Racing Edition Launch: વનપ્લસનો નવો સ્માર્ટફોન OnePlus Ace Racing Edition લોન્ચ થવાનો છે. આ સ્માર્ટફોનમાં તમને શું ફીચર્સ આપવામાં આવી રહ્યાં છે અને તમે કેટલામાં ખરીદી શકો છો. આવો જાણીએ.
નવી દિલ્હીઃ લોકપ્રિય પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસ એક નવો સ્માર્ટફોન OnePlus Ace Racing Edition લોન્ચ કરવાની છે. આ સ્માર્ટફોનની ઘણી માહિતી સામે આવી છે, જેમાં આ 5જી સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત સામેલ છે. આવો જાણીએ આ ફોનમાં શું ફીચર્સ મળી શકે છે. તેની કિંમત કેટલી હશે અને તે ક્યારે લોન્ચ થઈ રહ્યો છે.
OnePlus Ace Racing Edition ની ડિઝાઇન
તમને જણાવી દઈએ કે OnePlus Ace Racing Edition જોવામાં OnePlus 10 Pro જેવો લાગે છે. આ સ્માર્ટફોનનું કેમેરા મોડ્યૂલ વનપ્લસ 10 પ્રો જેવું છે. તેમાં એક એલર્ટ સ્લાઇડર નથી અને તેનું વોલ્યૂમ બટન ડાબી બાજુ છે અને પાવર બટન જમણી બાજુ છે.
OnePlus Ace Racing Edition ની ડિસ્પ્લે
OnePlus Ace Racing Edition માં તમને 6.59 ઇંચની આઈપીએસ એલસીડી ડિસ્પ્લે, 1080 x 2412 પિક્સલનું ફુલ એચડી+રિઝોલ્યૂશન અને 120Hz નો રિફ્રેશ રેટ મળશે અને તેનું ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર આપવામાં આવી રહ્યું છે. આ ફોનનું વજન આશરે 250 ગ્રામ હોઈ શકે છે.
OnePlus Ace Racing Edition નો કેમેરો
મીડિયાટેક ડાઇમેન્સિટી 8100 SoC ચિપસેટ પર કામ કરનાર વનપ્લસના આ 5G સ્માર્ટફોનમાં તમને ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં 64 મેગાપિક્સલનું મુખ્ય સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો આવશે. તો સેલ્ફી માટે ફ્રંટમાં 16 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે.
આ પણ વાંચોઃ નેટફ્લિક્સ અંગે મોટા સમાચાર, જે જાણીને યુઝર્સ કહેશે- નહીં! આવું ન થઈ શકે...
OnePlus Ace Racing Edition ની અન્ય ખાસિયતો
OnePlus Ace Racing Edition ગ્રે અને બ્લૂ બે કલરમાં ઉપલબ્ધ થશે. સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી અને 65W નો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. આ ફોન ત્રણ વેરિએન્ટ 8જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ અને 12GB RAM અને 256જીબી સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે વનપ્લસનો આ સ્માર્ટફોન કેટલા રૂપિયામાં મળશે, તેની સત્તાવાર જાણકારી સામે આવી નથી. તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફોનની કિંમત $382 (આશરે 29600 રૂપિયા) હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube