OnePlus એ લોન્ચ કર્યું 4K એન્ડ્રોયડ TV, જાણો કિંમત અને ફીચર્સ
OnePlus smart TV ની કિંમત 39999 રૂપિયા છે અને તેને OnePlus.in, Amazon.in, Flipkart ની સાથે-સાથે OnePlus એક્સપીરિયન્સ સ્ટોર પરથી ખરીદી શકાય છે.
નવી દિલ્હીઃ OnePlus એ શુક્રવારે ભારતીય બજારમાં 55-ઇંચ 4K ડિસ્પ્લે, ફુલ-રેન્જ સ્પીકર્સ અને OxygenPlay 2.0 ની સાથે એક નવું એન્ડ્રોયડ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. સ્માર્ટ ટીવીની કિંમત 39,999 રૂપિયા છે અને તે OnePlus.in, Amazon.in, Flipkart ની સાથે-સાથે OnePlus એક્સપીરિયન્સ સ્ટોર્સ અને તમામ મુખ્ય ઓનલાઇન પાર્ટનર સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે.
નવું OnePlus TV 55 Y1S Pro ક્લાસી બેઝલ-લેસ ડિઝાઇન અને અનેક નવા સ્માર્ટ ફીચર્સ સાથે આવે છે. વન પ્લસ ટીવીની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં એક 4K યૂએચડી ડિસ્પ્લે, 24W આઉટપુટ સુધીના ફુલ-રેન્જ સ્પીકર, ઓક્સીજનપ્લે 2.0નું લેટેસ્ટ વર્ઝન સામેલ છે.
OnePlus TV 55 Y1S Pro નું વેચાણ 13 ડિસેમ્બર બપોરે 12 કલાકે શરૂ થશે. લોન્ચ ઓફરના રૂપમાં કંપની ગ્રાહકોને ICICI બેન્ક કાર્ડની સાથે 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, પરંતુ આ ઓફર 25 ડિસેમ્બર સુધી વેલિડ છે.
સ્માર્ટ એન્ડ્રોયડ ટીવીમાં એક 4K યૂએચડી ડિસ્પ્લે છે. તે એચડીઆર 10+, એચડીઆર 10 અને એચએલજી ફોર્મેટ પણ પ્રદાન કરે છે, જેના વિશે કંપનીનો દાવો છે કે તે જોવામાં સારો અનુભવ પ્રદાન કરશે.
આ પણ વાંચોઃ Jio Phone 5G ફોનના ફીચર્સ થયા લીક, સસ્તી કિંમતમાં મળશે શાનદાર સુવિધા, જાણો વિગત
વનપ્લસ ટીવીમાં શાનદાર ગામા એન્જિન છે, જે વીઝુલ્સને દમદાર બનાવે છે. સરળ શબ્દોમાં સમજો તો તે ટીવીના પરફોર્મંસને વધુ સારૂ બનાવે છે. વનપ્લસ ટીવી 55 ઇંચ ડોલ્બી ઓડિયો દ્વારા સંચાલિત છે. એટલે કે તમને સિનેમાહોલ જેવો અનુભવ થશે. તે 24W સુધીના આઉટપુટની સાથે ફુલ-રેન્જ સ્પીકર પણ પેક કરે છે, જેના કારણે અવાજ બેલેન્સ આવે છે.
OnePlus TV 55 Y1S Pro ઓક્સીજનપ્લે 2.0 પર આધારિત એન્ડ્રોયડ ટીવી 10.0 દ્વારા સમર્થિત છે, જે વનપ્લસ કનેક્ટ 2.0 એપના માધ્યમથી સીધા કિડ્સ મોડ સહિત ઘણી સુવિધાઓ લાવે છે. તેનાથી યૂઝર્સ તે કન્ટેન્ટને નિયંત્રિત કરી શકશે જે તેના બાળકો ટીવી પર જોઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube