Jio Phone 5G ફોનના ફીચર્સ થયા લીક, સસ્તી કિંમતમાં મળશે શાનદાર સુવિધા, જાણો વિગત

Jio જલદી પોતાનો સસ્તો 5જી સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. લોન્ચ પહેલા જિયો ફોનના ફીચર્સ લીક થઈ ગયા છે. આ માર્કેટમાં સૌથી સસ્તો 5જી ફોન હોઈ શકે છે, જે એન્ડ્રોયડ 12થી લેસ હશે. 

Jio Phone 5G ફોનના ફીચર્સ થયા લીક, સસ્તી કિંમતમાં મળશે શાનદાર સુવિધા, જાણો વિગત

નવી દિલ્હીઃ Reliance Jio ભારતમાં 5G કનેક્ટિવિટીનો ફેલાવો કરી રહ્યું છે અને આપણે છેલ્લા કેટલાક સમયમાં આગામી પેઢીના નેટવર્ક માટે સક્ષમ ઇન-હાઉસ સ્માર્ટફોન વિશે અફવાઓ પણ સાંભળી છે. 9 ડિસેમ્બર 2022ના મોડલ નંબર LS1654QB5 વાળી એક ડિવાઇસ ગીકબેંચમાંથી પસાર થઈ છે અને અમને આશા છે કે તે પહેલો Jio Phone 5G હશે. તેમાં ચિપસેટ સ્નેપડ્રેગન 480+ છે, જે ઓક્ટોબર 2021માં લોન્ચ કરવામાં આવેલા એક 8 એનએમ પ્લેટફોર્મ છે. 

આ બીજી વખત છે જ્યારે આપણે સ્નેપડ્રેગન 480 ચિપસેટવાળા ફોન વિશે સાંભળ્યું છે. પહેલી અફવામાં 4જીબી રેમ અને એન્ડ્રોયડ 11 વિશે કહેવામાં આવ્યું હતું. પરંતુ ગીકબેંચ પર જોઈ શકાય છે કે જિયો આગળ જઈ રહ્યું છે અને આ ડિવાઇસમાં એન્ડ્રોઇડ 12 લાવશે. 

Jio, પ્રગતિ OS બનાવવા માટે ગૂગલની સાથે કામ કરી રહ્યું છે, જે JioPhone Next માટે એક કસ્ટમ એન્ડ્રોયડ હશે. આપણે આવનારી ડિવાઇસમાં સમાન યૂઝર ઇન્ટરફેસ જોઈ શકીએ છીએ કે તે પણ સંભવ છે કે તે ન મળે. જો પાછલી અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો યૂએસબી-સી પોર્ટના માધ્યમથી એચડી+ રિઝોલ્યૂશનની સાથે 6.5 એલસીડી, 13 એમપી ત્રિપલ કેમેરા અને 18W ફાસ્ટ ચાર્જિંગની સાથે 5,000 mAh ની બેટરીની આશા કરી શકીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news