OnePlus જુલાઈના શરૂઆતના સપ્તાહમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું નામ OnePlus Nord 3 હશે. આ ફોન 5 જુલાઈએ લોન્ચ થશે. OnePlus ધીમે ધીમે OnePlus Nord 3 ની મુખ્ય વીશેષતાઓ જાહેર કરી રહ્યું છે. આ માહિતી Amazon અને OnePlus વેબસાઈટ પર લાઈવ જોઈ શકાશે. આવો જાણીએ OnePlus Nord 3 વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OnePlus Nord 3 key specifications
OnePlus Nord 3 ના લેન્ડિંગ પેજ પરથી જાણવા મળ્યું છે કે તેમાં 6.74-ઇંચ ફ્લેટ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કંપનીએ હજુ સુધી ચિપસેટની પુષ્ટિ કરી નથી. 


OnePlus Nord 3માં 256 GB UFS 3.1 સ્ટોરેજ હશે. આ ફોન OIS-આસિસ્ટેડ 50-megapixel Sony IMX890 પ્રાઈમરી કેમેરાથી સજ્જ હશે. 


OnePlus ના પ્રીમિયમ ફોનની જેમ, Nord 3 પણ એલર્ટ સ્લાઇડરની સુવિધા આપશે, જેનાથી વપરાશકર્તાઓ સરળતાથી નોટીફીકેશન બદલી શકશે. કંપનીએ એ પણ પુષ્ટિ કરી છે કે Nord 3 બે રંગમાં ઉપલબ્ધ હશે, ટેમ્પેસ્ટ ગ્રે અને મિસ્ટી ગ્રીન.


જેમ જેમ નોર્ડ 3 નું લોન્ચિંગ નજીક આવે છે તેમ OnePlus ઉપકરણ વિશે વધારાની ડીટેલ્સ જાહેર કરે તેવી અપેક્ષા છે. OnePlus કંપની 5મી જુલાઈના રોજ Nord CE 3 અને Nord Buds 2rનું અનાવરણ કરશે.


આ પણ વાંચો:
ગુજરાતને ઘમરોળી રહ્યો છે વરસાદ, જાણો આજે કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ

મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube