OnePlus ના લેટેસ્ટ સ્માર્ટફોનને લઇને મોટો ખુલાસો જાણો ભારતમાં ક્યારે થશે Launch
OnePlus Nord 2T 5G માં, તમને 6.43-ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે અને 90Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવી રહ્યો છે. મીડિયાટેક ડાયમેન્સિટી 1300 ચિપસેટ પ્રોસેસર પર કામ કરના આ સ્માર્ટફોનમાં તમને 12GB સુધીની રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળી રહેશેઅને તે બે વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.
OnePlus Nord 2T 5G Launch Date Price in India: વનપ્લસનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન, OnePlus Nord 2T 5G ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઇ રહ્યો છે. આ સ્માર્ટફોનને થોડા સમય પહેલાં જ ગ્લોબલ સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આવો જાણીએ કે OnePlus Nord 2T 5G ભારતમાં ક્યારે લોન્ચ થશે અને તેની કિંમત કેટલી હશે અને તેમાં તમને કયા ફિચર્સ મળશે...
ભારતમાં લોન્ચ થશે OnePlus Nord 2T 5G
OnePlus Nord 2T 5G ને થોડા સમય પહેલાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે-સાથે આ સ્માર્ટફોનને ગ્લોબલ માર્કેટ માટે પણ રજૂ કરવામાં આવ્યો છે. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. સત્તાવાર રીતે આ અંગે કોઇ જાણકારી નથી પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે OnePlus Nord 2 ને ગ્લોબલ લોન્ચના બે-ત્રણ મહિના બાદ ભારતમાં રજૂ કરવામાં આવ્યો હતો OnePlus Nord 2T 5G સાથે પણ એવું જ થશે. તેનો અર્થ એ થયો કે વનપ્લસના આ નવા ફોનને જુલાઇ અથવા ઓગસ્ટ વચ્ચે ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
OnePlus Nord 2T 5G ના સ્પેસિફિકેશન્સ
OnePlus Nord 2T 5G માં, તમને 6.43-ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે અને 90Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવી રહ્યો છે. મીડિયાટેક ડાયમેન્સિટી 1300 ચિપસેટ પ્રોસેસર પર કામ કરના આ સ્માર્ટફોનમાં તમને 12GB સુધીની રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળી રહેશેઅને તે બે વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. OnePlusનો આ નવો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 (Android 12) OS પર કામ કરે છે અને તેમાં તમને 4500mAh બેટરી સાથે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.
ભારતમાં OnePlus Nord 2T 5G ની કિંમત
આવો હવે જાણીએ ભારતમાં OnePlus Nord 2T 5G ની કિંમત કેટલી હોઇ શકે છે. તમને જણાવી દઇએ કે OnePlus Nord 2T 5G નું બેસ વેરિન્ટ (8GB RAM + 128GB ROM) 399 યૂરો એટલે કે લગભગ 32,700 રૂપિયામાં લોન્ચ થશે અને તેના ટોપ મોડલ (12GB RAM + 256GB સ્ટોરેજ) ને 499 યૂરો (લગભગ 40,900 રૂપિયા) માં ખરીદી શકાશે. આ મુજબ ભારતમાં OnePlus Nord 2T 5G ના બેસ મોડલની કિંમત 30 હજારની આસપાસ હોઇ શકે છે અને ટોપ મોડલની કિંમત 35 થી 40 હજાર રૂપિયા વચ્ચે ખરીદી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો OnePlus Nord 2T 5G એક ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં તમને 50MP નું Sony IMX766 પ્રાઇમરી સેંસર, 8MP નો અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ અને 2MP નો મોનોક્રોમ સેંસર આપવામાં આવી રહ્યું છે. સેલ્ફી માટે અને વીડિયો કોલ્સ માટે આ સ્માર્ટફોનમાં તમને 32MP નો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવશે. તમને જણાવી દઇએ કે OnePlus Nord 2T 5G નો ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેની કિંમત કેટલી હશે, આ અંગે કંપની તરફથી કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube