ઝી બ્યૂરો, અમદાવાદઃ ડિજિટલ યુગમાં સ્માર્ટફોનમાં તો ન સાંભળ્યા હોય તેવા ફિચર કંપનીઓ ઉમેરી રહી છે. જો કે હવે ડિજિટલ સ્માર્ટ વોચનો ક્રેઝ પણ લોકોમાં વધ્યો છે. સ્માર્ટ વોચમાં મોબાઈલ જેવા ફિચર ઉમેરવામાં આવી રહ્યાં છે. તેવામાં દિગ્ગજ સ્માર્ટફોન કંપની ONEPLUSએ પોતાની ONEPLUS 9 સિરીઝની શાનદાર સ્માર્ટ વોચ લોન્ચ કરી છે. આવો જાણીએ આ સુપર સ્માર્ટ વોચ વિશે માઈન્ડ બ્લોઈંગ માહિતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ONEPLUS 9 સિરીઝની શાનદાર સ્માર્ટ વોચ લોન્ચ કરવામાં આવી છે. આ વોચની કિંમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે. જો કે હાલમાં ONEPLUSની ઓફિશિયલ વેબસાઈટ પર આ વોચ 14,999 રૂપિયાની ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસ પર મળી શકશે. આ વોચની સેલ હજુ શરૂ થઈ નથી. ONEPLUSની વોચમાં 2.5D કર્વ્ડ ગ્લાસ સાથે 1.39 ઈંચની PPI AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ વોચમાં 46MM સ્ટેનલેસ સ્ટીલનો કેસ આપવામાં આવ્યો છે. આ વોચમાં ઈનબિલ્ટ GPSની સુવિધા મળે છે. આ સિવાય 4GBની ઈન્ટર્નલ સ્ટોરેજ પણ આપવામાં આવી છે. જો કે યુઝર માત્ર 2GB સ્ટોરેજનો ઉપયોગ કરી શકશે.



કંપનીના દાવા મુજબ વોચમાં સોંગ સાંભળવા માટે 500 સોંગ લોડ કરી શકાય છે. સાથે જ આ વોચ વાયરલેસ મ્યુઝિક પ્લેબેક માટે અનેક બ્લુટુથ ઈયરબડ્સ સાથે કોમ્પીટેબલ છે. આ વોચ દ્વારા ONEPLUS TVને પણ કંટ્રોલ કરી શકાય છે. જો તમે ટીવી જોતા જોતા ઉંઘી ગયા તો આ વોચ તમારી ઉંઘને ડિટેક્ટ કરી ટીવીને ઓટોમેટિકલી ઓફ કરી દેશે.


Health Tips: શું તમે પણ મોંઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી પરેશાન છો? તો કરો માત્ર આટલો ઉપાય


સોફ્ટવેરની વાત કરીએ તો ONEPLUSએ રિયલ ટાઈમ ઓપરેશન સિસ્ટમ(RTOS)નો ઉપયોગ કર્યો છે. આ વોચમાં તમને થર્ડ પાર્ટી એપ્સનો સપોર્ટ મળશે નહીં. ONEPLUS WATCHમાં 402 mAHની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ પર આ વોચ 14 દિવસ સુધી ચાલી શકે છે. વોચમાં ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. માત્ર 20 મિનિટ ચાર્જ કરવા પર 7 દિવસનું બેટરી બેકઅપ મળે છે. આ વોચમાં ડસ્ટ અને વોટર રેસિસ્ટન્ટ માટે IP68નું રેટિંગ આપવામાં આવ્યું છે. આ વોચ 50 મીટર પાણીમાં 10 મિનિટ સુધી સર્વાઈવ કરી શકે છે.


Health Tips: સાવધાનઃ ખાલી પેટે આ વસ્તુઓ ખાવી પડી શકે છે ભારે, થઈ શકે છે ગંભીર બીમારીઓ


ONEPLUS WATCHમાં હાર્ટ રેટ સેંસર, SpO2 સેંસર, સ્ટ્રેસ ડિટેક્શન, સ્લીપ મોનિટરિંગ અને 110 વર્કઆઉટ મોડ્સ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ યુઝર્સ પર્સનલ પરફોર્મન્સ જેવા કે કેલરી, ડિસ્ટન્સ, સ્પીડ અને સ્વિમિંગ એફિશિએંસીને ટ્રેક કરી શકે છે. ONEPLUS WATCHની કોલ લગાવી અને રિસીવ કરી શકાય છે. સાથે જ નોટિફિકેશન્સનો રિસ્પોન્સ પણ આપી શકાય છે. આપને જણાવી દઈએ કે ONEPLUSએ COBALT LIMITED EDITION વોચને પણ લોન્ચ કરી છે. આ વોચમાં પ્રીમિયમ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે હાલમાં કંપનીએ આ વોચની પ્રાઈસ જણાવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube