નવી દિલ્હીઃ Oppo Smartphone under 15000: સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ ભારતમાં ગ્રાહકો માટે પોતાનો નવો Budget Smartphone ઓપ્પો એ16 લોન્ચ કરી દીધો છે. આ બજેટ ફોનની ખાસિયતની વાત કરીએ તો ડિવાઇસને 5000 એમએએચની દમદાર બેટરી અને સ્માર્ટ બેટરી પ્રોટેક્શન ફીચર્સની સાથે ઉતારવામાં આવ્યો છે. ફોન વોટરડ્રોપ-નોચ ડિઝાઇનની સાથે ઉતારવામાં આવ્યો છે, જેમાં સેલ્ફી કેમેરાને જગ્યા મળી છે. આવો Oppo A16 ની ભારતમાં કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જાણકારી આપીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોફ્ટવેરઃ ડ્યુલ-સિમ સાથે આવનાર ઓપ્પો ફોન એન્ડ્રોયડ 11 પર આધારિત કલર ઓએસ 11.1 પર કામ કરે છે. 


ડિસ્પ્લેઃ ફોનમાં 6.52 ઇંચની એચડી+  (720x1600 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે છે, જે આઈ કેયર મોડની સાથે આવે છે. 


પ્રોસેસર, રેમ તથા સ્ટોરેજઃ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે મીડિયાટેક હીલિયો જી35 પ્રોસેસરની સાથે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. 


કેમેરાઃ ફોનની બેક પેનલ પર ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 2 મેગાપિક્સલનો ડેપ્થ અને 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી તથા વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ 28 દિવસથી લઈને 336 દિવસ સુધીની વેલિડિટી, Jio ના સૌથી સસ્તા પ્લાન


કનેક્ટિવિટીઃ ફોનમાં 3.5 મિલીમીટર હેડફોન જેક, ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ વર્ઝન 5 અને યૂએસબી ટાઈપ-સી પોર્ટ સામેલ છે. સિક્યોરિટી માટે ફોનની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. સ્પલેશ રેસિસ્ટેન્સ માટે ફોનને  IPX4 સર્ટિફિકેશન્સ પ્રાપ્ત છે. 


બેટરીઃ ફોનને પાવર આપવા માટે 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે સ્માર્ટ બેટરી પ્રોટેક્શનની સાથે આવે છે. 


આ લેટેસ્ટ ઓપ્પો ફોનના 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,990 રૂપિયા છે. ફોનનું વેચાણ એમેઝોન પર શરૂ થઈ ગયું છે અને ગ્રાહક ક્રિસ્ટલ બ્લેક અને પર્લ બ્લૂ કલરમાં ફોન ખરીદી શકે છે. 


Amazon Offers
આ Oppo Smartphone ની સાથે ગ્રાહકોની સુવિધા માટે 3 મહિના સુધી વ્યાજ વગર ઈએમઆઈની સુવિધા અને સિટી બેન્ક ક્રેડિટ કાર્ડ કે પછી અન્ય બેન્કના ડેબિડ કે ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube