Oppo A31 આગામી સપ્તાહે ભારતમાં થઈ શકે છે લોન્ચ, સાથે મળી શકશે આ ઓફર
Oppo A31ને થોડા સમય પહેલા ઈન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે લાગી રહ્યું છે કે આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.
નવી દિલ્હીઃ Oppo A31ને આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલ આ સ્માર્ટફોન ઈન્ડોનેશિયામાં ઘણા ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર સેલ માટે ઉપલબ્ધ છે. હવે નવા રિપોર્ટમાં તે જાણકારી મલી છે કે કંપની તેને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનને ભારતમાં આગામી સપ્તાહે લોન્ચ કરી શકાય છે.
ધ્યાન આપવા જેવી વાત છે કે આ સ્માર્ટફોનની ભારતમાં લોન્ચિંગને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર ટીઝર જારી કરવામાં આવ્યું નથી. નવા રિપોર્ટમાં લોન્ચ ડિટેલ સિવાય Oppo A31ની સાથે મળનારી ઓફરની પણ જાણકારી સામે આવી છે.
91મોબાઇલ્સના રિપોર્ટ પ્રમાણે, Oppo A31ને ભારતમાં આગામી સપ્તાહે લોન્ચ કરવામાં આવશે. પબ્લિકેશનને આ કથિત જાણકારી એક રિટેલ આઉટલેટના હવાલાથી મળી છે. લોન્ચ થયા બાદ ગ્રાહકો આ સ્માર્ટફોનને ફેન્ટેસી વાઇટ અને મિસ્ટ્રી બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી શકશે.
પ્રાપ્ત જામકારી પ્રમાણે Oppo A31ને ભારતમાં 4GB + 64GB અને 6GB + 128GB વાળા બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. હાલ ઓપ્પોના આ અપકમિંગ મિડ-રેન્જ સ્માર્ટફોનની કિંમતને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ જો ઈન્ડોનેશિયા બજારમાં જે કિંમત રાખવામાં આવી છે તે હિસાબ પ્રમાણે ભારતમાં તેની કિંમત 13500 રૂપિયા આસપાસ હોઈ શકે છે.
નવા રિપોર્ટ્ પ્રમાણે 4GB + 64GB और 6GB + 128GBની સાથે ICICI બેન્ક કે યસ બેન્કના ગ્રાહકોને 5 ટકા કેશબેકની ઓફર મળશે. સાથે નો-કોસ્ટ ઈએમઆયની વિકલ્પ પણ ગ્રાહકોને આપી શકાય છે. આ સ્માર્ટફોનની સાથે ગ્રાહકોને જીયો તરફથી 7,050 રૂપિયાના વેલ્યૂના લાભ મળશે. Oppo A31ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તે MediaTek Helio P35 પ્રોસેસર અને ટ્રિપલ રિયર કેમેરાની સાથે આવે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર