નવી દિલ્હીઃ Oppo A38 ને ચુપચાપ ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો ચિપસેટની સાથે-સાથે 33W વાયર્ડ SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. તેમાં 5000mAh ની બેટરી લાગી છે. તેમાં ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેને એક વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન બે કલરમાં આવે છે. તેને પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo A38 ની કિંમત અને ઉપલબ્ધતા
Oppo A38 ને ગ્લોઇંગ બ્લેક અને ગ્લોઇંગ ગોલ્ડ કલરમાં ખરીદી શકાશે. તેને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં ખરીદી શકાશે. ફોનની કિંમત 12999 રૂપિયા છે. તેને કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકાશે. તેનું વેચાણ 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. 


આ પણ વાંચોઃ ઈન્ટરનેટ પર ભૂલથી પણ આ 7 ભૂલ ન કરવી જોઈએ, નહીં તો મુસીબતોનો પહાડ તૂટી પડશે


Oppo A38 ના ફીચર્સ
તેમાં 6.56 ઇંચની  HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું પિક્સલ રેઝોલ્યૂશન 1612x720 છે. તેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. તેની પીક બ્રાઇટનેસ 720 નિટ્સ સુધી છે. તે ડ્યૂલ નેનો સિમ સપોર્ટ કરે છે. તેમાં એન્ડ્રોયડ 13 પર આધારિત ColorOS 13.1 પર કામ કરે છે. આ ફોન ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો G85 SoC થી લેસ છે. તેમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે.


Oppo A38 માં ડ્યૂલ રિયર કેમેડો આપવામાં આવ્યો છે. તેનું પ્રથમ સેન્સર 50 મેગાપિક્સલનું છે. બીજુ 2 મેગાપિક્સલનું છે. ફોનના ફ્રંટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 33W વાયર્ડ SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ 5, બ્લૂટૂથ 5.3, એક 3.5 મિમી હેડફોન જેક અને એક યૂએસબી ટાઈપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ Jio ગ્રાહકોને મોજઃ દરરોજ ₹4 ખર્ચમાં 336 દિવસની વેલિડિટી, Unlimited 5G અને કોલિંગ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube