નવી દિલ્હી: Oppo એ આ વર્ષે મે મહિનામાં OPPO A54 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ત્યારબાદ તેનું 5G વર્જન લોન્ચ કર્યું હતું. વર્ષના અંત સુધી કંપનીએ ફોનનું વધુ એક વેરિએન્ટ લોન્ચ કરી દીધું છે. Oppo એ OPPO A54s સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફોનની ખાસિયત તેનો કેમેરા અને દમદાર બેટરી છે. ફોન IPX4 રેટિંગ સાથે આવે છે, એટલે ફોન પાણીમાં ખરાબ નહી થાય. આવો જાણીએ OPPO A54s ની કિંમત અને ફીચર્સ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OPPO A54s ને અમેઝોન ઇટલીની વેબસાઇટ પરથી 229.99 યૂરો (લગભગ 19 હજાર રૂપિયા) ની કિંમતમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ બે કલર ઓપ્શન-ક્રિસ્ટલ બ્લેક અને પર્લ બ્લૂમાં આવે છે. ફોન 18 નવેંબરથી ઇટલીમા6 ખરીદવા માટે ઉપલબ્ધ થશે. 


OPPO A54s Specifications And Features
OPPO A54s માં 6.52 ઇંચની એચડી+ એલસીડી ડિસ્પ્લે છે જે 1600 x 720 પિક્સલ સ્ક્રીન રિઝોલ્યૂવેશન, 88.7 સ્ક્રીન ટૂ બોડી રેશિયો, 269ppi પિક્સલ ડેંસિટી અને  480nits ચમક પુરી પાડે છે. ડિવાઇસ મીડિયાટેક હેલિયો G35 ચિપસેટ દ્વારા ઓપરેટ છે. જે  IMG GE8320 GPU ની સાથે મળીને છે. ડિવાઇસમાં 4GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે માઇક્રોએસડી કાર્ડ સ્લોટ છે જેને સ્ટોરેજ ક્ષમતા 256GB સુધી વધારી શકાય છે. 

આ છે દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ફક્ત 10 હજારમાં કરાવો બુક


OPPO A54s Camera
પાછળની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં f/2.2 અપર્ચરવાળો 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેંસર f/2.4 અપર્ચરવાળો 2 મેગાપિક્સલનું મોનો સેંસર અને  f/2.4 અપર્ચરવાળા 2 મેગાપિક્સલનો માઇક્રો લેન્સ સામેલ છે. આગળની તરફ ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો સ્નૈપર છે. 


પાણી નહી થાય ખરાબ
ફોનમાં સાઇડૅ માઉંટેડ ફિંગરપ્રિંડ સેન્સર છે. તેમાં  IPX4 રેટિંગ છે, જે ડિવાઇસને વોટર રેસિસ્ટેંટ બનાવે છે. ડિવાઇસમાં કનેક્ટિવિટી વિકલ્પોમાં 4જી એલટીઇ, બ્લ્યૂટૂથ વી 5, જીપીએસ/એ-જીપીસ વાઇફાઇ, યૂએસબી ટાઇપ સી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube