આ છે દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ફક્ત 10 હજારમાં કરાવો બુક

મુંબઇની એક સ્ટાર્ટઅપ કંપની Strom Motors એ એવી ઇલેક્ટ્રિક કાર બનાવી છે, જેને કંપની દુનિયાની સૌથી ઇલેક્ટ્રિક કાર ગણાવી રહી છે. આ કારનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે.

Updated By: Oct 28, 2021, 06:47 PM IST
આ છે દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ફક્ત 10 હજારમાં કરાવો બુક

નવી દિલ્હી: સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વલણ કરી રહ્યા છે. જો તમે પણ કોઇ ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. અમે તમને એક સારી ઇલેક્ટ્રિક કાર વિશે ગણાવાઅમાં આવી રહ્યું છે. આ કાર ખૂબ સસ્તી છે. આવો તેના વિશે જાણીએ. 

દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારનો દાવો
મુંબઇની એક સ્ટાર્ટઅપ કંપની Strom Motors એ એવી ઇલેક્ટ્રિક કાર બનાવી છે, જેને કંપની દુનિયાની સૌથી ઇલેક્ટ્રિક કાર ગણાવી રહી છે. આ કારનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. સૌથી ખાસ વાત એ છે કે આ કારમાં બસ ત્રણ પૈડા છે. આ દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. 

મોંઘવારીનો માર: ચા 5100 તો શેમ્પૂની બોટલ 14000 રૂપિયા, 3300 માં વેચાઇ રહ્યા છે કેળા

Strom Motors એ આ જોરદાર લુકવાળી ઇલેક્ટ્રોક કારને લોન્ચ કરી છે, અને તેને Strom R3 નામ આપ્યું છે. તમને જણાવી દઇએ કે કંપનીએ ભારતમાં બુકિંગ પણ શરૂ કરી દીધું છે. Strom R3 નું પ્રી-બુકિંગ મુંબઇ અને દિલ્હી-એનસીઆરમાં તમે ફક્ત 10,000 રૂપિયા આપીને બુક કરાવી શકો છો. આ કાર સસ્તી અને વ્યાજબી કારમાં ઘણી ખૂબીઓ છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક કાર આગામી વર્ષે 2022 સુધી ડિલીવર થઇ જશે. 
Strom R3

લુક છે એકદમ અનોખો
આ કારનો લુક પોતાના તરફ આકર્ષિત કરશે. આ ઇલેક્ટ્રિક કારમાં ત્રણ પૈડા છે. પરંતુ તેનો લુક થ્રી-વ્હીલર જેવો બિલકુલ નથી. તેમાં એક પૈડું પાછળ અને બે પૈડા આગળ છે જે તેને ગજબ લુક આપે છે. તમે ઇલેક્ટ્રિક કાર Storm R3 ને જોઇને ખરેખર દંગ રહી જશો. ત્રણ પૈડાવાળી આ નાનકડી કારને દુનિયાની સૌથી સસ્તી કાર ગણાવવામાં આવી રહી છે. 
સિંગલ ચાર્જમાં લગભગ 200 કિમીની મુસાફરી
કંપનીનો દાવો છે કે આ કાર લગભગ 200 કિમીનું અંતર કાપી શકે છે. આ ઉપરાંત Strom R3 માં 4G કનેક્ટેડ ડાયગ્નોસ્ટિક એન્જીન છે, જે ડ્રાઇવરને ટ્રેક લોકેશન અને ચાર્જ સ્ટેટ જણાવે છે. આ કારમાં સનરૂફ પણ મળે છે.  

આ રીતે કરાવી શકો છો બુકિંગ
Strom R3 કારની કિંમત 4.5 લાખ રૂપિયા છે. જો તમે તેની સ્પીડની વાત કરો તો આ વધુમાં વધુ 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે. કારને ખરીદવા પર તમને પહેલાં ત્રન વર્ષ અથવા 1 લાખ કિલોમીટર સુધીની વોરન્ટી મળે છે. તેમાં ક્લાઇમેન્ટ કંટ્રોલ એર કંડીશનિંગ પણ છે. જો તમે Strom R3 ને ખરીદવા માંગો છો Strom Motors ની ઓફિશિયલ વેબસાઇટ https://www.strommotors.com/ પર જઇને બુકિંગ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube