ચીની સ્માર્ટફોન મેકર આજે ભારતમાં પોતાના ફ્લેગશિપ R સિરીઝના સ્માર્ટફોન લોંચ કરવાની તૈયારીમાં છે. મુંબઇમાં ઇવેંટ છે અને આ દરમિયાન Oppo R17 Pro લોંચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં એઝ ટૂ એઝ વોટર ડ્રોપ ડિસ્પ્લે છે અને ઓલ ગ્લાસ બોડી આપવામાં આવી છે. તેમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત


આ સ્માર્ટફોનની સાથે કંપની Oppo R17 પણ લોંચ કરી શકે છે. આ સ્માર્ટફોનને પહેલાં ચીનમાં લોંચ કરવામાં આવ્યો અને પછી યૂરોપિયન માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો. એટલે કે આ જૂનો ફોન છે, પરંતુ ભારતમાં તેને હવે લોંચ કરવામાં આવી રહ્યો છે. ભારત ઓપો માટે મોટું માર્કેટ છે, 


Oppo R17 Neo એંડ્રોઇડ 8.1 ઓરિયો બેસ્ડ ColorOS 5.2 પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 6.4-ઇંચ ફૂલ-HD+ (1080x2340 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB રેમની સાથે 1.95GHz ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Vodafone Vs BSNL : બંને કંપનીઓએ લોંચ કર્યા આકર્ષક પ્લાન, જાણો તમારા માટે કયો સારો


ફોટોગ્રાફીના સેક્શનની વાત કરીએ તો રિયરમાં ડુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઇમરી કેમેરા 16 મેગાપિક્સલનો છે તો સેકેંડરી કેમેરો 2 મેગાપિક્સલનો છે. તેના ફ્રંટમાં સેલ્ફી માટે 25 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

આ મોબાઇલ કંપનીનું ભારતમાં જોરદાર પ્લાનિંગ, સૌથી મોટું R&D સેંટર સ્થાપવાની તૈયારી


Oppo R17 Neo ની ઇંટરનલ મેમરી 128GB ની છે, જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટીના રૂપમાં તેમાં 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n/ac અને બ્લૂટૂથ 5.0નું સપોર્ટ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની બેટરી 3,600mAh ની છે અને તેનું વજન 156 ગ્રામ છે.