નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર ઓપ્પો (Oppo)એ ભારતમાં રેનો સિરીઝ સ્માર્ટફોન Oppo Reno અને  Oppo Reno 10x Zoom લોન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોન પોતાના સ્પેશિયલ પોપ અપ સેલ્ફી કેમેરાને લઈને ચર્ચામાં છે. ગત મહિને આ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. મેની શરૂઆતમાં તેને યૂરોપમાં Oppo Reno 5Gની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચ થયા બાદ આ ફોનની રાહ જોવાતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo Reno 10x Zoomમા સ્નૈપડ્રેગન 855 ચિપસેટ પ્રોસેસર લાગેલું છે, તો 6GB+128GB મોડલની કિંમત ચીનમાં 3999 યુઆન છે. તો 8GB+256GB મોડલની કિંતમ 4799 યુઆન છે. તેથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતમાં તેની કિંમત 40 હજારથી 50 હજાર રૂપિયા વચ્ચે હશે. આ સ્માર્ટફોન બ્લેક અને ઓસિયન ગ્રીન કલરમાં ઉપલબ્ધ હશે. મોડલની કિંમત 33000 આસપાસ હોઈ શકે છે. બંન્ને સ્માર્ટફોન 7 જૂનથી ફ્લિપકાર્ટ પર મળશે. 


સ્પેસિફિકેશન્સ
બંન્ને સ્માર્ટફોનમાં કેટલાક કોમન ફીચર છે. બંન્ને ફોન ColorOS 6 પર આધારિત Android Pie પર કામ કરે છે. બંન્ને સ્માર્ટ ફોન Hi-Res અને Dolby Atmosને સ્પોર્ટ કરે છે. ગેમિંગ દરમિયાન તે વધુ સ્પીડથી કામ કરે, તે માટે હાઇપર બૂસ્ટ પરફોર્મેન્સ ઇન હેંડસેટ ફીચર આપવામાં આવ્યું છે. બંન્ને ફોન 3ડી કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્ટ છે. આ સિવાય શાર્ક ફિન સાઇડ સ્વિંગ પોપ અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 



(ફોટો સાભાર @oppomobileindia)


Oppo Reno સ્પેસિફિકેશન્સ
6.4 ઇંચની ફુલ એચડી+AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે છઠ્ઠી ઝનરેશનનો ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. 48MP+5MPનો ડુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરો 16 મેગાપિક્સલનો છે. તેની બેટરી 3765 mAh છે. 



(ફોટો સાભાર @oppomobileindia)


Oppo Reno 10x Zoom સ્પેસિફિકેશન્સ
6.6 ઇંચની પૈનોરેમિક એમોલેડ ડિસ્પ્લે છે. ઓક્ટોકોર સ્નેપડ્રેગન 855 SoC પ્રોસેસર લાગેલું છે. તેમાં 48MP+13MP+8MPનો ટ્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેની બેટરી 4065mAhની છે.