નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ તેની નવી સ્માર્ટફોન સિરીઝ Reno7 સિરીઝ સાથે નવી સ્માર્ટવોચ Oppo Watch Free પણ લોન્ચ કરી છે. શાનદાર બેટરી બેકઅપ સાથે, તમને આ વોચમાં ઘણી વધુ આકર્ષક સુવિધાઓ મળશે. ચાલો જાણીએ આ સ્માર્ટવોચના ફીચર્સ અને કિંમત વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo વોચ ફ્રીમાં ડિસ્પ્લે અને બેટરી-
Oppo Watch Free 1.64-inch AMOLED અને 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે સાથે આવે છે. આ સ્માર્ટવોચમાં 280*456 પિક્સલનું રિઝોલ્યુશન છે, જેમાં તમને ટચ સપોર્ટ અને DCI-P3 કલર ગમુટ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. બેટરી લાઈફ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટવોચમાં તમને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 230mAh બેટરી મળશે. આ સ્માર્ટવોચને માત્ર પાંચ મિનિટ ચાર્જ કરીને આખો દિવસ ઉપયોગ કરી શકાશે.



આ સ્માર્ટવોચની અન્ય વિશેષતાઓ-
Oppoની આ શાનદાર સ્માર્ટવોચ અનેક હેલ્થ ફીચર્સથી પણ સજ્જ છે. આમાં તમને ઓપ્ટિકલ હાર્ટ રેટ ટ્રેકર અને SpO2 મોનિટર મળશે. સાથે જ તમને સ્લીપ મોનિટરિંગ, સ્નોરિંગ મોનિટર અને ડેઈલી એક્ટિવિટી જેવી ઘણી હેલ્થ ટ્રેકિંગ સુવિધાઓ પણ મળશે. Oppo Watch Free 100થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ સાથે આવે છે. જેમાં બેડમિન્ટન, ક્રિકેટ અને સ્કીઇંગ જેવી રમતોનો સમાવેશ થાય છે. આ સ્માર્ટવોચ વોટર રેઝિસ્ટન્ટ અને એમ્બિયન્ટ લાઈટ સેન્સર સાથે લોન્ચ કરવામાં આવી છે.



આ સ્માર્ટવોચને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે પરંતુ હાલમાં કંપનીએ તેના વેચાણની તારીખ જાહેર કરી નથી. કિંમત વિશે વાત કરીએ તો, તમે 5999 રૂપિયામાં Oppo વૉચ ફ્રી ખરીદી શકો છો. અમે અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે આ સ્માર્ટવોચની વેચાણ તારીખ જાહેર કરવામાં આવશે, ત્યારે કોઈપણ લોન્ચ ઑફર્સ અથવા ડિસ્કાઉન્ટ વિશે પણ જણાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube