AC આ ટેમ્પ્રેચર પર કરી દો સેટ, ઘટી જશે વીજળીનું બિલ, અનેક લોકો અપનાવી રહ્યાં છે ટ્રિક
AC Tips: એર કંડીશનરને કારણે દર મહિને વીજળીનું બિલ વધી જાય છે તો આ સામાન્ય સેટિંગ જાણ્યા બાદ તમે સરળતાથી તાપમાન ઘટાડી શકો છો. આ રીતે ખુબ દમદાર માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ Electric Bill Reducing Tips: ઉનાળાની ઋતુમાં વીજળીનું બિલ એક મોટો મુદ્દો બની જાય છે કારણ કે આ સિઝનમાં કુલર અને એર કંડિશનર જોરદાર ચાલે છે પરંતુ મોટાભાગની વીજળીનો ખર્ચ એર કંડિશનરને કારણે થાય છે, કારણ કે એર કંડિશનર વધુ વીજળી વાપરે છે અને જો તમે તેને આખો દિવસ ચલાવો છો તો બિલ ખુબ આવે છે. ઉનાળામાં એર કંડિશનર ચલાવવું ખૂબ જ જરૂરી છે, આવી સ્થિતિમાં તેને સ્વીચ ઓફ કરવું કે તેનો ઉપયોગ ન કરવો તે થોડું મુશ્કેલ છે. જો તમે પણ એર કંડિશનર ચલાવવા માંગો છો અને તેનાથી આવતા વીજળીનું બિલ ઓછું રાખવા માગો છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે વીજળીનું બિલ ઘટાડી શકો છો. એક નાનું સેટિંગ બનાવવાથી ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
એસીના નાના સેટિંગથી મળશે ફાયદો
સામાન્ય રીતે, જ્યારે તમે એર કંડિશનર ચલાવો છો, ત્યારે સૌ પ્રથમ તમે તેને ન્યૂનતમ તાપમાને સેટ કરો છો, જે રૂમને ઝડપથી ઠંડુ કરે છે અને 3 થી 4 મિનિટની અંદર, તમે આખા રૂમમાં ઠંડક અનુભવવાનું શરૂ કરો છો, જે મોટાભાગના લોકો કરે છે. જો કે, શું તમે જાણો છો કે આમ કરવાથી વીજળીનું બિલ ઝડપથી વધે છે અને વધુ વીજળીનો વપરાશ થાય છે. જો તમને આ ન જોઈતું હોય તો તમારે જાણવું જોઈએ કે કયા તાપમાન પર વીજળીનું બિલ સૌથી ઓછું આવે છે.
આ પણ વાંચોઃ અડધા ભાવમાં ખરીદો Samsung નો મોંઘો 5G ફોન, કંપનીની વેબસાઇટ પર ધાંસૂ ડીલ
તમને જણાવી દઈએ કે એર કંડિશનરમાં 28 ડિગ્રી સુધીનું તાપમાન આપવામાં આવે છે, પરંતુ લોકો હંમેશા તેને ઓછી કરીને ચલાવે છે, તેવામાં વીજળીનું બિલ વધી જાય છે. જો તમારે ઉતાવળ કરવાની જરૂર નથી અને ધીમે ધીમે રૂમનું તાપમાન ઘટાડવું છે, તો આ માટે તમે એર કંડિશનરનું તાપમાન 25 ડિગ્રીથી 28 ડિગ્રી વચ્ચે સેટ કરો. આનો ફાયદો એ છે કે 10 મિનિટના અંતરાલમાં રૂમનું તાપમાન ઘટી જાય છે, સાથે જ વીજળીનો વપરાશ પણ પહેલા જેટલો થતો નથી અને દર મહિને આવતા વીજળીના બિલમાં પણ વધારો થતો નથી. તાપમાનમાં આ મામૂલી સેટિંગ કરે તમે તમારા રૂપિયા બચાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube