અડધા ભાવમાં ખરીદો Samsung નો મોંઘો 5G ફોન, કંપનીની વેબસાઇટ પર ધાંસૂ ડીલ

સેમસંગ ગેલેક્સી S21 FE 5G લગભગ અડધા ભાવમાં તમારો થઈ શકે છે. ફોનને અડધા ભાવમાં એક્સચેન્જ ઓફરમાં ખરીદી શકાય છે. આ ધમાકેડાર ડીલ સેમસંગની વેબસાઇટ પર લાઇવ છે. ફોન અનેક દમદાર ફીચરની સાથે આવે છે. 
 

અડધા ભાવમાં ખરીદો Samsung નો મોંઘો 5G ફોન, કંપનીની વેબસાઇટ પર ધાંસૂ ડીલ

નવી દિલ્હીઃ પ્રીમિયમ સેગમેન્ટનો સ્માર્ટફોન સસ્તા ભાવમાં લેવાની શાનદાર તક છે. સેમસંગની વેબસાઇટ પર ફ્લેગશિપ ફીચરવાળો દમદાર સ્માર્ટફોન 
Samsung Galaxy S21 FE 5G અડધા ભાવમાં ખરીદી શકાય છે. 8જીબી રેમ અને 256જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળા ફોનની કિંમત 49,999 રૂપિયા છે. કંપની આ ફોનને 25400 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફરની સાથે ખરીદવાની તક આપી રહી છે. જૂના ફોનના બદલામાં ફુલ એક્સચેન્જ બોનસ મળવા પર આ ફોન 49,999-25400 એટલે કે 24,599 રૂપિયામાં તમારો થઈ શકે છે. 

મહત્વનું છે કે એક્સચેન્જમાં મળનાર એડિશનલ ડિસ્કાઉન્ટ તમારા જૂના ફોનની કંડીશન અને બ્રાન્ડ પર નિર્ભર કરશે. જો તમારી પાસે HDFC બેન્કનું કાર્ડ છે તો તમને 5 હજાર રૂપિયાનું ઈન્સ્ટેન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ પણ મળશે. 

ફીચર્સ અને સ્પેસિફિકેશન
કંપની આ ફોનમાં 2340x1080 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.4 ઇંચની ફુલ એચડી+ ડાઇનેમિક AMOLED 2X ડિસ્પ્લે ઓફર કરી રહી છે. ફોનમાં ઓફર થનાર આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોન 8જીબી રેમ અને 256જીબીના ઈન્ટરનલ સ્ટોરેજથી લેસ છે. પ્રોસેસર તરીકે કંપની આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 5G ચિપસેટ આપી રહી છે. ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. 

તેમાં 12 મેગાપિક્સલના બે કેમેરાની સાથે 8 મેગાપિક્સલનો કેમેરો સામેલ છે. સેલ્ફી માટે આ ફોનમાં કંપની 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો ઓફર કરી રહી છે. સેમસંગના આ 5જી ફોનમાં 4500mAh ની બેટરી લાગી છે. આ બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. એન્ડ્રોયડ ઓએસ પર કામ કરનાર આ ફોનમાં કનેક્ટિવિટી માટે યૂએસબી 3.2 ઝેન 1, યૂએસબી ટાઈપ-સી, જીપીએસ, Wi-Fi 802.11 a/b/g/n/ac/ax 2.4G+5GHz,બ્લૂટૂથ 5.0 અને એનએફસી જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news