Live Location Tracking: ઘણી વખત એવું થાય છે કે આપણે જાણવા માંગીએ છીએ કે આપણા મિત્રો અને પરિવારજનો ક્યાં છે. જ્યારે આપણે કોન્ટેક્ટ કરી શકતા નથી ત્યારે આપણે ટેન્શનમાં આવી જતા હોઈએ છીએ. આવા સમયે લોકેશન ટ્રેકિંગનું નામ સામે આવે છે અને તેની મદદથી સ્માર્ટફોન અથવા તો મોબાઈલ નંબર મારફતે લોકોને ટ્રેક કરી શકાય છે. આજે અમે તમને તે સામાન્ય ટેકનિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ લોકોના લોકેશનને ટ્રેક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને આ ટેકનિકને સ્માર્ટફોન અથવા તો મોબાઈલ નંબર મારફતે અપનાવવામાં આવે છે. આવો લોકેશન ટ્રેકિંગના બેસ્ટ અને સૌથી સામાન્ય ટેકનિક પર એક નજર નાંખીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Location Trackingની સામાન્ટ રીત
તમને જણાવી દઈએ કે તમામ ટેકનિકમાં લોકેશન ટ્રેકિંગનો જે સૌથી સામાન્ય અને સૌથી વધુ ઉપયોગ થનાર ટેકનિક છે, તે ટેલિકોમ કંપનીઓ સાથે જોડાયેલો છે. કોઈનું પણ છેલ્લું લોકેશન જાણવા માટે પોલીસ અને સરકારી એજન્સીઓ જે ટેકનિકનો ઉપયોગ કરે છે તે આ છે. તેમાં આ લોકો જે તે વ્યક્તિની ટેલીકોમ કંપનીની મદદ લે છે અને કોર્ટના ઓર્ડર પર ટેલીકોન કંપની યૂઝરની ડિટેલ્સને ટ્રેક કરીને પોલીસને આપે છે. આ ટેકનિકનો ઉપયોગ સામાન્ય જનતા કરી શકતી નથી.


આવું રીતે તમે પણ શોધી શકો છો
હવે આપણે આપણી તે ટેકનિક વિશે જાણવાની કોશિશ કરીશું, જેમાં આપણે જાતે પોલીસ અને ટેલીકોમ કંપનીઓના જમેલામાં પડ્યા વિના જે તે વ્યક્તિને શોધી શકો છો. તેના માટે તમારે ટૂકોલર  એપનો ઉપયોગ કરી શકો છો. તેમાં તમારે બસ સર્ચના ઓપશનમાં તે નંબર નાંખવાનો છે જેનું આપણે લોકેશન જાણવાનું છે. ત્યારબાદ તમારું એક્ઝેક્ટ લોકેશન તો જાણી શકાતું નથી, પરંતુ રીઝનની જાણ થઈ જાય છે. તમે તે વ્યક્તિના ઓપરેટરનું સરનામું પણ મેળવી શકશો અને જો નામ ખબર ન હોય તો તમે તેનું નામ પણ જાણી શકશો.


આ રીતે પણ ટ્રેક કરી શકો છો લોકેશન
બીજી રીત, જેના દ્વારા તમે કોઈપણનું લોકેશન જાણી શકો છો, તે છે WhatsApp. આ રીતે તમે તમારી સામેની વ્યક્તિના સ્થાન વિશે જાણો છો. જો કોઈ તમારી સાથે લાઈવ લોકેશન અથવા વર્તમાન લોકેશન શેર કરે છે, તો તમે સરળતાથી તેમના લોકેશન અને હિલચાલને ટ્રેક કરી શકો છો.


તમને જણાવી દઈએ કે લોકેશન ટ્રેકિંગ માટે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે આ એપથી તમારો જરૂરી ડેટા ચોરી થઈ શકે છે અને તે સુરક્ષિત નથી.