જો તમે ઇન્સ્ટાગ્રામ પર છવાઈ જઈને આ પ્લેટફોર્મને તમારી આવકનો સ્ત્રોત બનાવવા માગો છો, તો કેટલાક એપ્સ તમને મદદરૂપ થઈ શકે છે. જેમની મદદથી તમે ફોટો અને વીડિયોને એડિટ કરી તેમને ક્રિએટિવ બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Adobe Sparks, BeFunky Graphic Designer, Canva, Fotor અને Image ક્વોટ સહિતના એપ્સનો ઉપોયોગ કરીને તમે તમારા ફોટો અને વીડિયોને એડિટ કરી શકો છો. આ એપ્લિકેશન્સ તમને પેઇડ અને અનપેઈડ બંને સુવિધાઓ પૂરી પાડે છે. તમે સબસ્ક્રિપ્શન પ્લાન લઈને પેઈડ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો તેમજ ફ્રી ફીચરનો ઉપયોગ પણ કરી શકો છો.


BeFunky ગ્રાફિક ડિઝાઇનર
BFunky Graphic Designer એક ઑનલાઇન ગ્રાફિક ડિઝાઇન પ્લેટફોર્મ છે જે તમને ગ્રાફિક્સ બનાવવા, એડિટ કરવા અને શેર કરવાની સવલત આપે છે. તમે તેનો ઉપયોગ કોઈપણ ડિવાઈસથી કરી શકો છો.


Adobe Spark
Adobe Spark એક ફ્રી ઓનલાઈન ડિઝાઇન અને સ્ટોરી ટેલિંગ ટૂલ છે, જે અદભૂત વિઝ્યુઅલ, વેબ પેજ અને વિડિયો બનાવવામાં મદદરૂપ થાય છે. ડ્રેગ-એન્ડ-ડ્રોપ ઇન્ટરફેસ અને સરળ ડિઝાઇનિંગ ટૂલ્સ સાથે તેનો ઉપયોગ કરી શકાય છે.


Fotor એડિટિંગ એપ્લિકેશન
ઓનલાઈન ફોટો એડિટર ફોટર ફોટોને ઝડપી અને સરળ રીતે એડિટ કરવા માટેનું સારૂં માધ્યમ છે. તેના ઈન્ટરફેસ સરળ અને યુઝર ફ્રેન્ડલી છે. 


Image Quote
Image Quoteની મદદથી યુઝર્સ પોતાની પસંદગીના અવતરણ સાથે ફોટો તૈયાર કરી શકે છે. તેના ઇન્ટરફેસની મદદથી યુઝર્સ તેમના શબ્દો અને ફોટો સાથે ઝડપથી ઈમેજ તૈયાર કરી શકે છે.


Canva: ફોટો એડિટિંગ એપ્લિકેશન
Canva એક ઓનલાઈન ગ્રાફિક ડિઝાઇન પ્લેટફોર્મ છે, જે યુઝર્સને કોઈપણ હેતુ માટે આકર્ષક ગ્રાફિક્સ બનાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ દુનિયાભરના લાખો યુઝર્સ કરે છે. તે લોકપ્રિય ડિઝાઇનિંગ એપ્લિકેશન્સમાંની એક છે.