નવી દિલ્હીઃ પોકોએ ભારતીય બજારમાં આજે પોતાનો નવો સ્માર્ટફોન એમ4 પ્રો 5G (Poco M4 Pro 5G) લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનનું વેચાણ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ફ્લિપકાર્ટ દ્વારા થશે. ફોનને 15000થી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 5000 એમએએચની બેટરી, 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 8જીબી સુધીની રેમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco M4 Pro 5G Price in India
કિંમતની વાત કરીએ તો આ સ્માર્ટફોનને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. પોકો M4 પ્રો 5જીના 4GB + 64GB વેરિએન્ટની કિંમત 14999 રૂપિયા છે. જ્યારે તેના  6GB + 128GB વર્ઝનની કિંમત 16999 રૂપિયા અને 8GB + 128GB વાળા ટોપ વેરિએન્ટની કિંમત 18999 રૂપિયા છે. આ ત્રણ કલર ઓપ્શન- પાવર બ્લેક, કૂલ બ્લૂ અને પોકો યેલોમાં લાવવામાં આવ્યો છે. આ સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5mm હાઈ-રેસ ઓડિયો જેક અને આઈઆર બ્લાસ્ટરની સાથે આવે છે. 


આ પણ વાંચોઃ ગજબ! આ પ્લાનમાં દરરોજ મળશે 3GB ડેટા, હોટસ્ટાર અને પ્રાઇમ વીડિયોનું ફ્રી સબ્સક્રિપ્શન  


23 મિનિટમાં 50% ચાર્જ
સ્માર્ટફોનમાં 6.6 ઇંચની ડોટ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. તેમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 810 પ્રોસેસરની સાથે એન્ડ્રોયડ 11 પર આધારિત ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં ટર્બો રેમ કેપેબિલિટી આપવામાં આવી છે, જે 8GB જેમને વધારી 11જીબી સુધી બનાવી દે છે. ફોનની સ્ટોરેજને પણ 1 ટીબી સુધી વધારી શકાય છે. પોકો ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગની સાથે  5000mAh ની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ બેટરી બે દિવસનું બેકઅપ આપે છે. સાથે ફાસ્ટ ચાર્જિંગ દ્વારા તેને 23 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી શકાશે. 


આ પણ વાંચોઃ WhatsApp પર ગ્રુપ એડમિન બની જશે પાવરફુલ, આવવાનું છે કમ્યુનિટી ફીચર, જાણો કઈ રીતે કરશે કામ


50MP નો કેમેરા
ફોટોગ્રાફી માટે પોકો ફોનમાં ત્રિપલ રિયક કેમેરા સેટઅપ મળે છે. રિયર કેમેરામાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર અને 5 મેગાપિક્સલનું મેક્રો સેન્સર મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. POCO M4 Pro માં ગેમ ટર્બો મોડ આપવામાં આવ્યો છે, જે સારા ગ્રાફિક્સ અને નેટવર્ક ઓપ્ટિમાઇઝેશનની સાથે એક ઇમર્સિંવ ગેમિંગ અનુભવ આપે છે. સાથે હવે ગ્રાહકોને ગેમ ટર્બો મોડમાં વોયસ ચેન્જર ફીચરની સાથે ગેમિંગ દરમિયાન વિવિધ અવાજોની સાથે પોતાનો વિરોધીઓને માત આપી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube