નવી દિલ્હીઃ Poco એ મંગળવારે ભારતમાં પોતાનો લેટેસ્ટ Poco X3 Pro લોન્ચ કરી દીધો છે. નવો પોકો ફોન પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલ પોકો એક્સ 3નું અપગ્રેડ વેરિએન્ટ છે. પોકો એસ3 પ્રોમાં ક્વાલકોમ સ્નેપડ્રૈગન 960 પ્રોસેસર, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે જેવી ખાસિયત છે. આવો જાણીએ આ ફોનના ફીચર્સ અને કિંમત વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco X3 Pro: કિંમત અને ઓફર
પોકો એક્સ3 પ્રોના 6 જીબી રેમ તથા 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 18999 રૂપિયા અને 8જીબી રેમ તથા 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 20999 રૂપિયા છે. ફોન ગોલ્ડન બ્રોન્ઝ, ગ્રેફાઇટ બ્લેક અને સ્ટીલ બ્લૂ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનને 16 એપ્રિલ બપોરે 12 કલાકથી ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ડ પરથી ખરીદી શકાશે. પોકો એક્સ 3 પ્રોને ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ કે ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા ખરીદી કરવા પર 10 ટકા ઇન્સટેન્ટ ડિસ્કાઉન્ટ (1 હજાર રૂપિયા સુધી) પણ મળશે. 


પોકો એક્સ3 પ્રોના લોન્ચની સાથે પોકો ઈન્ડિયાએ દેશમાં પોકો એક્સ3 ના ભાવ ઘટાડી દીધી છે. હેન્ડસેટને હવે 16999 રૂપિયાની જગ્યાએ 14999 રૂપિયામાં ખરીદી શકાશે. 


આ પણ વાંચોઃ Reliance Jio નો 555 રૂપિયાવાળો ધાંસૂ પ્લાન, મળશે 126GB ડેટા, અનલિમિટેડ કોલની સુવિધા


Poco X3 Pro: સ્પેસિફિકેશન્સ
પોકો એક્સ3 પ્રોમાં 6.67 ઇંચની ફુલ એચડી+(1080x2400 પિક્સલ)ડોટ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો આસપેક્ટ રેશિયો 20:9 અને રિફ્રેશ રેટ 120 હર્ઝસ છે. ડિસ્પ્લેનો ટસ સેમ્પલિંગ રેટ 240 હર્ટઝ છે અને પ્રોટેક્શન માટે કોર્નિંગ  ગોરિલ્લા ગ્લાસ 6 આપવામાં આવ્યો છે. પોકો એક્સ3 પ્રોમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રૈગન 860 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે અડ્રેનો 640GPU આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 6 જીબી તથા 8 જીબી રેમની સાથે 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.


કેમેરાની વાત કરીએ તો પોકો એક્સ3 પ્રોમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં અપર્ચર એફ/1.79 ની સાથે 48 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ સેન્સર, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. સ્માર્ટફોનમાં અપર્ચર એફ/2.2 ની સાથે 20 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર છે. 


આ પણ વાંચોઃ મોબાઈલને 100 ટકા ચાર્જ કરાવો બની શકે છે ખતરનાક, જાણો શું છે કારણ


પોકો એક્સ3 પ્રોમાં કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ, 4G LTE, બ્લૂટૂથ 5.0, જીબીએસ, એ-જીપીએસ યૂએસબી ટાઈપ-સી અને 3.5 એમએસ હેડફોન જેક આપવામાં આવ્યા છે. ફોનમાં ડ્યૂલ સ્પીકર્સ છે. ફોન IP53 રેટિંગની સાથે આવે છે. હેન્ડસેટમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, જાયરોસ્કોપ ઇન્ફ્રારેડ  (IR) અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યા છે. ફોનમાં કિનારા પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. 


પોકો એક્સ3 પ્રોમાં  5160mAh બેટરી આપવામાં આવી છે જે 33 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનનું ડાઇમેન્શન 165.3x76.8x9.4 મિલીમીટર અને વજન 215 ગ્રામ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube