મોબાઈલને 100 ટકા ચાર્જ કરાવો બની શકે છે ખતરનાક, જાણો શું છે કારણ
આપણે લોકો હંમેશા આખો દિવસ મોબાઈલ ફોન વાપરીએ છે અને રાત્રે ફોનનું ચાર્જિગ કરીએ છીએ. પરંતુ આ ખોટી ટેવ છે.
Trending Photos
નવી દિલ્હી: મોબાઈલ ફોન આજે આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે. ફોનને ચાર્જિગની જરૂર હોય છે પરંતુ આખો દિવસ ફોન વાપરવામાં વ્યસ્ત રહેવાથી રાત્રિના સમયે ફોન ચાર્જમાં મુકિયે છે અને ફોન 100% ચાર્જ કરીએ છે જે નુકસાન કારક છે. આજે અમે તમને મોબાઈલમનાં ચાર્જિગ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવીશું જે તમારા મોબાઈલમાં નુકસાન થતા બચાવશે.
જાણો 100 ટકા મોબાઈલ ચાર્જ કેમ ના કરવો જોઈએ
મોબાઈલને 100% ચાર્જ કરવાથી મોબાઈલને બેટરીને નુકસાન થાય છે. મોબાઈલની બેટરી લીથિયમ આયનથી બનેલી હોય છે. લીથિયમની બેટરી એ સમયે ખૂબ કામ કરે છે જ્યારે તેનું ચાર્જિગ 30થી 50 ટકા હોય છે. જો તમે હંમેશા તેને 100% ચાર્જ કરશો તો તમારી બેટરી ખરાબ થઈ શકે છે.
આખી રાત ચાર્જ ના કરો તમારો મોબાઈલ
રાત્રે મોબાઈલ ફોન ચાર્જીગમાં લગાવીને સુઈ જવાથી ફોન 100% ચાર્જ થઈ જાય છે આમ થવાથી ફોનની બેટરી ઝડપથી ખરાબ થઈ જાય છે. આખી રાત ફોન ચાર્જ થવાથી ખરાબ ગુણવત્તાવાળી બેટરી ફાટીવાની પણ પુરી શક્યતા રહેલી છે.
ફોન પલંગ પર રાખીને ચાર્જ ના કરો
મોબાઈલ ફોનને પલંગ પર મુકીને પણ ચાર્જ ના કરવો જોઈએ તેનું કારણ છે કે ચાર્જિગ દરમિયાન ફોન ગરમ થઈ જાય છે જો તેને પલંગ પર મુકીને ચાર્જ કરવામાં આવે તો આનાથી આગ લાગવાની સંભાવના છે. ચાર્જરની પીન ખરાબ હોય અને એમાં થોડો સ્પાર્ક થાય તો આગ લાગવાની ઘટના બની શકે છે જેના કારણે પલંગ પર ફોન મુકીને ફોન ચાર્જ કરવો તો હિતાવહ નથી.
ફોનની બેટરીને 30%થી ઓછી ડિસ્ચાર્જના થવા દો
ફોનની બેટરી સંપૂર્ણ પણે પૂર્ણ થઈ જાય ત્યાર પછી ચાર્જિગ કરવું પણ સાચુ નથી. જ્યારે તમારા ફોનની બેટરી 30 ટકાથી નીચે હોય ત્યારે ફોન ચાર્જિગમાં મુકીદેવો જોઈએ.
ચાર્જિગ દરમિયાન ફોનનો ઉપયોગ ના કરો
દર વખતે લોકો મોબાઈલ ફોનને ચાર્જિગમાં મુકીને ફોન વાપરતા હોય છે પરંતુ આ ટેવ ખોટી છે. ખરેખર ચાર્જિગ દરમિયાન ફોનને વાપવો ના જોઈએ. જો તમે ફોનનો ઉપયોગ કરતા રહેશો તો મોબાઈ ચાર્જિગમાં સમય લેશે જે ફોનની બેટરી માટે નુકસાનકારક હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે