AC જેવી મજા ફક્ત 500 રૂપિયામાં? વીજળીનું બિલ પણ સાવ નહિવત્...ખાસ જાણો
Portable AC: ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જો તમે ઓછી વીજળીએ વધુ ઠંડુ પવન આપનારા પોર્ટેબલ કૂલિંગ ડિવાઈઝને શોધી રહ્યા છો તો આ પોર્ટેબલ કૂલિંગ એસી તમારા માટે માટે શાનદાર ઓપ્શન હોઈ શકે છે.
Portable AC: ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બપોરે ખુબ ગરમી પડતી હોય છે. ઘરોમાં પંખા, એસી અને કૂલર પણ ચાલુ થઈ ગયા છે. પરંતુ દરેક જગ્યાએ ઠંડી હવા મેળવવી મુશ્કેલ બનતું હોય છે. રસોડામાં કામ હોય કે પછી કોઈ ઘરનો કોર્નર હોય. ત્યાં પવન જલદી આવતો નથી. માર્કેટમાં એકદમ દમદાર એસી આવ્યું છે જે અત્યાર સુધીમાં આવેલા કોઈ પણ એસી કરતા સાઈઝમાં ખુબ નાનું છે. આ ટચુકડા એર કન્ડિશનિંગ ડિવાઈસ વિશે ખાસ જાણો.
જો તમે ઓછી વીજળીએ વધુ ઠંડુ પવન આપનારા પોર્ટેબલ કૂલિંગ ડિવાઈઝને શોધી રહ્યા છો તો આ પોર્ટેબલ કૂલિંગ એસી તમારા માટે માટે શાનદાર ઓપ્શન હોઈ શકે છે. ઓછી કિંમતવાળા આ પોર્ટેબલ મિની કૂલરથી ગણતરીની મિનિટોમાં રૂમ ઠંડો થઈ શકે છે. અમે તમને આ શાનદાર અને સસ્તા પોર્ટેબલ કૂલર વિશે જણાવવાના છીએ.
Portable Mini AC
અભ્યાસ કરતી વખતે કે પછી કામ કરતી વખતે આ મિની એસી બેસ્ટ સાબિત થઈ શકે છે. તેને ઓનલાઈન કે ઓફલાઈન એમ બંને જગ્યાએથી ખરીદી શકાય છે. કિંમતની શરૂઆત 500 રૂપિયાથી થાય છે અને 2000 રૂપિયા સુધી પહોંચે છે. અલગ અલગ ડિઝાઈનમાં તેને ખરીદી શકાય છે. તેને અલગ અલગ ડિઝાઈન અને શેપમાં પણ ખરીદી શકાય છે.
કેવી રીતે કરશે કામ
આ માટે ત મારે ડ્રાય આઈસ કે પછી પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. તેના દ્વારા તે કૂલિંગ આપશે. સ્ટડી ટેબલ કે પછી ઓફિસ ટેબલ પર કામ કરતા લોકો માટે આ ડિવાઈસ શાનદાર સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube