નવી દિલ્હી: iPhone 14 Launch: પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ એપલના આજકાલ મોટી સંખ્યામાં લોકો દિવાના છે. થોડાક સમય પહેલા એક નવો સ્માર્ટફોન, iPhone SE 3 લોન્ચ કર્યો હતો. હવે લોકોની નજર કંપનીના આગામી સ્માર્ટફોન પર છે. દર વર્ષની જેમ, આ વર્ષે પણ Apple પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનનું નવું મોડલ, iPhone 14 ને લઈને કેટલીક લીક્સ અને અહેવાલો સામે આવી રહ્યા છે. આ વખતે, iPhone 14ના કેટલાક ફીચર્સ સાથે તેની કિંમતનો પણ ખુલાસો થયો છે. આ બધા વિશે વિગતે જાણો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 14 Launch
આશા કરવામાં આવી રહી છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ Apple પોતાનો નવો સ્માર્ટફોન સપ્ટેમ્બર 2022માં લોન્ચ કરી શકે છે. અહેવાલોનું માનીએ તો iPhone 14 ચાર વેરિયન્ટ, iPhone 14, iPhone 14 Max, iPhone Pro અને iPhone 14 Pro Max માં લોન્ચ કરવામાં આવી શકે છે. જાણો આ વેરિયન્ટ્સના લીક થયેલા ફીચર્સ અને કીંમત વિશે જાણીએ..


બચ્યા તો બચ્યા નહીં તો...!!!! ભારતમાં આ વર્ષે મોટી તબાહીનો સંકેત આપી રહી છે ચૈત્રી નવરાત્રિ! 


iPhone 14 Launch: Price
iDrop News ની એક નવી રિપોર્ટમાં iPhone 14ના તમામ વેરિયન્ટ્સની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો છે. તમામ વેરિયન્ટ્સની કિંમતો વિશે જાણીને ફેન્સ ઘણા ચોંકી ગયા કારણ કે આ રિપોર્ટના હિસાબથી iPhone 14ની પુરી રેન્જ iPhone 13 કરતા પણ સસ્તી છે.  iDrop Newsના હિસાબથી iPhone 14 $799 (લગભગ 70,900 રૂપિયા), iPhone 14 Max $899 (લગભગ 68,600 રૂપિયા), iPhone 14 Pro $999 (લગભગ 76,200 રૂપિયા) અને iPhone 14 Pro Max $1,099 (લગભગ 83,400 રૂપિયા) હોઈ શકે છે.


iPhone 14 Launch: Feature Leaks
કિંમતની સાથે તે વાતનો પણ ખુલાસો થયો છે કે iPhone 14ના તમામ વેરિયન્ટ્સને એક નવા અપગ્રેડેડ ચિપ મળી શકે છે. iDrop Newsના હિસાબથી iPhone 14 અને iPhone 14 Max A16 Chip પર કામ કરશે અને iPhone 14 Pro અને iPhone 14 Pro Max A16 Pro Chip પર ચાલશે.


ગુજરાત ટાઈટન્સે મેચ પહેલા લીધો મોટો નિર્ણય, ફિરકીના જાદૂગરને આપી મોટી જવાબદારી


કહેવામાં આવી રહ્યું છે કે iPhone 14 અને iPhone 14 Max એલ્યુમિનિયમ ફ્રેમની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે અને  iPhone 14 Pro અને iPhone 14 Pro Max સ્ટેનલેસ સ્ટીલની બોડીની સાથે આવી શકે છે. iPhone 14 Pro અને iPhone 14 Pro Max માં તમને એક ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે, જ્યારે iPhone 14 અને iPhone 14 Maxનું કેમેરા સેટઅપ iPhone 13 સીરિઝવાળું જ હશે.


નોંધનીય છે કે, જોકે Apple એ તેમાંથી કોઈ પણ લીક અથવા જાણકારીની પુષ્ટિ કરી નથી અને એટલા માટે આ વાતો પર પુરી રીતે વિશ્વાસ કરી શકાય તેમ નથી.