બચ્યા તો બચ્યા નહીં તો...!!!! ભારતમાં આ વર્ષે મોટી તબાહીનો સંકેત આપી રહી છે ચૈત્રી નવરાત્રિ! જાણો મહત્ત્વપૂર્ણ કારણ

ખાસ વાત તો એ છે કે આ વર્ષની નવરાત્રિ પુરેપુરા 9 દિવસની છે અને એક પણ તિથિનો ક્ષય થઈ રહ્યો નથી, જેના કારણે ચૈત્રી નવરાત્રિમાં પુરેપુરા 9 દિવસ વ્રત રાખવામાં આવશે અને માતાની પુજા અર્ચના કરવામાં આવશે.

બચ્યા તો બચ્યા નહીં તો...!!!! ભારતમાં આ વર્ષે મોટી તબાહીનો સંકેત આપી રહી છે ચૈત્રી નવરાત્રિ! જાણો મહત્ત્વપૂર્ણ કારણ

નવી દિલ્હી: ભારત વિવિધતામાં એક્તાનો દેશ છે. લોકો ધાર્મિક છે, અને દરેક તહેવાર ધામધૂમપૂર્વક ઉજવે છે. હવે જ્યારે ચૈત્રી નવરાત્રિ શરૂ થનાર છે, ત્યારે આપણા પીએમથી માંડી આમ જનતા ચૈત્રી નવરાત્રિમાં માતાની આરાધના કરતા હોય છે. ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલ 2022થી શરૂ થઈને 11 એપ્રિલ સુધી ચાલશે. 

ખાસ વાત તો એ છે કે આ વર્ષની નવરાત્રિ પુરેપુરા 9 દિવસની છે અને એક પણ તિથિનો ક્ષય થઈ રહ્યો નથી, જેના કારણે ચૈત્રી નવરાત્રિમાં પુરેપુરા 9 દિવસ વ્રત રાખવામાં આવશે અને માતાની પુજા અર્ચના કરવામાં આવશે. નવરાત્રિમાં તિથિનો ક્ષય ના થાય તો શુભ માનવામાં આવે છે. તેના સિવાય આ નવરાત્રિ દરમિયાન બે મોટા પરિવર્તન પણ થઈ રહ્યા છે, જે ખુબ જ શુભ માનવામાં આવી રહ્યા છે. જોકે, માતા દુર્ગાની સવારી કોઈ અનહાની તરફ ઈશારો કરી રહી છે.

ઘોડા પર સવાર થઈને આવશે માતા
આ વર્ષે માતા દુર્ગા ધોડા પર સવાર થઈને આવી રહી છે અને ભેંસ પર સવાર થઈને પ્રસ્થાન કરશે. માતાના આ બન્ને વાહનોને શુભ માનવામાં આવતા નથી. જેથી ભારતમાં વિવાદ, તણાવ, દુર્ઘટનાઓ અને પ્રાકૃતિક આપદા તરફ સૌથી મોટો સંકેત આ વર્ષની નવરાત્રિ આપી રહી છે. એવામાં 9 દિવસ સુધી માતા દુર્ગાની પુરી ભક્તિભાવથી આરાધના કરવામાં આવે તો તેનાથી જે તે વ્યક્તિને અશુભ ફળમાંથી મુક્તિ મળી શકે છે.

2 ગ્રહ બદલશે રાશિ
ચૈત્રી નવરાત્રિમાં 2 મોટા ગ્રહ રાશિ બદલવા જઈ રહ્યા છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન મંગળ અને બુધ ગ્રહ રાશિ બદલશે. જ્યારે શનિ દેવ મકર રાશિમાં રહીને પરાક્રમમાં વૃદ્ધિ કરશે. તેના સિવાય નવરાત્રિ દરમિયાન રવિ પુષ્ય નક્ષત્રની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ બની રહ્યો છે. શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થવો અને શનિ દેવનો પોતાની જ રાશિ મકરમાં મંગળની સાથે રહેવું શુભ ફળ આપશે. જેના કારણે નવરાત્રિ દરમિયાન માતાની પુજા ઉપાસના કરવાથી તમારા રોકાયેલા કામોમાં સફળતા અપાવશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news