PUBG ફરીવાર ભારતમાં થઈ શકે છે લોન્ચ, આ વસ્તુઓ બદલાશે
PUBG ભારતમા જલ્દીથી લોન્ચ થઈ શકે છે. આ ગેમ ગ્લોબલ વેરિયન્ટથી થોડી અલગ હશે. આ ગેમમાં થોડા ઘણા બદલાવ કરાશે. આ બદલાવ બાદ ગેમ ભારતમાં લોન્ચ થશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ PUBG પ્રેમીઓ માટે સારા દિવસે આવી શકે છે. PUBG MOBILEની ભારતમાં રિ-એન્ટ્રી થઈ શકે છે. આનાથી પહેલાં પણ રિપોર્ટસ આવ્યા હતા કે PUBG ભારતમાં આવી શકે છે. ત્યારે, હવે માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ભારતમાં લોન્ચ થશે.
PUBG ભારતમા જલ્દીથી લોન્ચ થઈ શકે છે. આ ગેમ ગ્લોબલ વેરિયન્ટથી થોડી અલગ હશે. આ ગેમમાં થોડા ઘણા બદલાવ કરાશે. આ બદલાવ બાદ ગેમ ભારતમાં લોન્ચ થશે.
Badminton Star Jwala Gutta એ આ Actor સાથે ફર્યા લગ્નના સાત ફેરા, સોશલ મીડિયા પર મચી ધૂમ
આઉટફિટ
PUBG MOBIE INDIAમાં તમામ કેરેક્ટર પહેલાંથી પુરા કપડામાં હશે. તમે ગેમમાં તમારા કેરેક્ટરના કપડા નહીં કાઢી શકો. હા, પણ તમે આઉટફિટ ચેન્જ કરી શકો છો.
ગ્રીન કલરનું હિટ ઈફેક્ટ
ક્રાફટને જે પ્રેસ રિલીઝ કરી છે તેના અનુસાર હિટ ઈફેક્ટ ગ્રીન કલરનો રહેશે. PUBG Mobile Indiaમાં આ ઈફેક્ટ કલર ચેન્જ નહીં કરી શકાય.
પ્લેટાઈમ પર રિસ્ટ્રિક્શન
હેલ્થી ગેમ હેબિટસ્ જાળવવા માટે પ્લેટાઈમ રિસ્ટ્રિક્શન ફીચરને અનેબલ કરાશે. ગ્લોબલ વેરિયન્ટમાં પણ આ રિસ્ટ્રિક્શન છે. પણ ભારતમાં આને સ્ટ્રીક્ટ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube