નવી દિલ્હી: નવા નિમાયેલા ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે સોમવારે કહ્યું કે દેશ ચાલુ વર્ષમાં 5G અને અન્ય બેંડ માટે સ્પેક્ટ્રમ હરાજી કરશે. પોતાના નવા મંત્રાલયનો પ્રભાર સંભાળતા, પ્રસાદે કહ્યું કે તેમની પ્રાથમિકતાઓમાં સરકારી સ્વામિત્વવાળા એમટીએનએલ અને બીએસએનએલના પુનઉદ્ધાર કરવું સામેલ હશે. રવિશંકર પ્રસાદે ભારપૂર્વક કહ્યું કે ટેલિકોમ નિગમોને વ્યવસાયિક અને સહયોગ સાથે કામ કરવું પડશે. તેમણે સંવાદદાતાઓને કહ્યું કે ''અમે ચાલુ વર્ષમાં સ્પેક્ટ્રમની હરાજી કરીશું.'' મંત્રી દ્વારા પ્રાથમિકતાવાળા અન્ય મુદ્દાઓમાં 100 દિવસોમાં 5G ટેસ્ટિંગ, પાંચ લાખ વાઇફાઇ હોટસ્પોટ પર ઝડપથી કામ કરવું અને ટેલિકોમ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું સામેલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાઓમીના MI Band 4 તસ્વીર ઓનલાઇન લીક, આટલી હશે કિંમત


ચાર્જ સંભાળતાં જ તેમણે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તથા ટેલિકોમ ક્ષેત્રના સાર્વજનિક ઉપક્રમોના પ્રમુખો સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી. ભાજપ સાંસદ સંજય ધોત્રેએ પણ સંચાર રાજ્ય મંત્રીનો ચાર્જ સંભાળ્યો. નરેંદ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં ટેલિકોમ મંત્રાલયની જવાબદારી મળતાં રવિશંકર પ્રસાદનું કદ વધી ગયું છે. તેમની પાસે પહેલાંથી જ કાયદો તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવું ભારે ભરખમ મંત્રાલય છે. 

આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokia 5.2 અને Nokia 6.2, જાણો કિંમત



ટેલિકોમ ક્ષેત્ર નાણાકીય દબાણની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે પરંતુ સાથે જ તેમની સામે દુનિયાના અન્ય દેશોની સાથે 5G સેવાઓને લાગૂ કરવાનો પડકાર પણ છે. એવામાં રવિશંકર પ્રસાદની ટોચની પ્રાથમિકતા ટેલિકોમ ક્ષેત્રને ફરીથી વૃદ્ધિના માર્ગ પર લઇ જવાની જવાબદારી રહેશે. ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રવિશંકર પ્રસાદે આ પહેલાં નરેંદ્ર મોદી સરકારની અગ્રણી યોજનાઓને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમાં ડિજિટલ ઇન્ડીયા પ્રમુખ રહી છે. આ સાથે જ દેશમાં ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ઉત્પાદનને ગતિ આપવામાં પણ તેમને ઘણી પહેલ કરી છે.