આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokia 5.2 અને Nokia 6.2, જાણો કિંમત

Nokia 5.2 અને Nokia 6.2 એન્ડ્રોઇડ 9.0 પાઈ પર આધારિત છે. જેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 632 પ્રોસેસર લાગેલું છે. 

આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokia 5.2 અને Nokia 6.2, જાણો કિંમત

નવી દિલ્હીઃ ફિનલેન્ડની સ્માર્ટફોન મેકર HMD Global 6 જૂને ભારતમાં Nokia 5.2 અને Nokia 6.2 લોન્ચ કરી શકે છે. પરંતુ કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રિપોર્ટ્સ પ્રમાણે, આ બે સ્માર્ટફોન સિવાય  Nokia 9 PureView પણ લોન્ચ કરી શકે છે. હાલમાં Nokia 5.2 અને Nokia 6.2 ફીચર્સને લઈને વધુ જાણકારી નથી. કંપની તરફથી હજુ સીધી કોઈ લીક કરવામાં આવ્યું નથી. 

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Nokia 5.2 અને Nokia 6.2 એન્ડ્રોઇડ 9.0 પાઈ પર આધારિત છે, જેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 632 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Nokia 6.2માં 5.8 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં પંચ હોલ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો લાગેલો હશે. આ સિયા 16MP+5MPનો ડુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. તેની બેટરી 3500 mAh હશે. Nokia 5.2ના ફીચરને લઈને કોઈપ્રકારની જાણકારી નથી. કિંમતને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે બંન્ને સ્માર્ટફોનની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી રાખવામાં આવશે. 

Nokia 9 PureViewને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં પાંચ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તો સ્માર્ટફોનમાં USP છે. પાંચ કેમેરા ZEISSથી સર્ટિફાઇડ છે જે 12 મેગાપિક્સલ છે. તેમાં ત્રણ મોનોક્રોમેટિક લેન્સ છે અને બે RGB લેન્ચ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 

 

(Nokia 9 PureView ફોટો સાભાર ટ્વીટર)

સ્પેસિફિકેશન
તેમાં ડિસ્પ્લે 5.99 ઇંચની POLED QHD છે. આ ફોનમાં Qualcomm’s Snapdragon 845 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેમ 6 જીબી અને ઇન્ટરનલ મેમરી 128 જીબી છે. આ સિવાય ફિંગર પ્રિન્ટ સેન્સર ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં Qi વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમની સુવિધા પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news