5જીની રાહ જોઈ રહેલા માટે મોટા સમાચાર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું નિવેદન
ઇન્ટરનેટ યૂઝર આશા રાખી રહ્યાં છે કે 2020માં તે 5જીનો આનંદ સંપૂર્ણ રીતે ઉઠાવી શકશે. કારણ કે પહેલા તે પ્રકારની વા સામે આવી હતી કે 2020માં ટેકનોલોજીને લઈને મોટા ફેરફારની આશા છે.
નવી દિલ્હીઃ 5જી ટ્રાયલ પર કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'અમે 5જી ટ્રાયલનો નિર્ણય લીધો છે. 5જી ભવિષ્ય છે. અમે નવી શોધને પ્રોત્સાહન આપીશું. તમામ ઓપરેટર 5G ટ્રાયલમાં ભાગ લઈ શકે છે.' ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરનારા માટે આ સારા સમાચાર છે કારણ કે 5જી શરૂ થવાથી ઇન્ટરનેટની સ્પીડ ખુબ વધી જશે અને જે કામો માટે ઇન્ટરનેટ પર વધુ સમય લાગતો હતો, તે ઝડપથી થઈ જશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube