નવી દિલ્હીઃ Realme 11 Pro Series 5G Launch: ચાઇનીઝ બજેટ સ્માર્ટફોન કંપની રિયલમીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Realme 11 Pro Series 5G લોન્ચ કરી દીધો છે. રિયલમીએ આ સ્માર્ટફોન સિરીઝમાં Realme 11 Pro+ 5G અને Realme 11 Pro 5G ને રજૂ કર્યા છે. Realme 11 Pro+ 5G માં તમને 200MP નો સુપરઝૂમ અને 120GHz કર્વ્ડ ડિપ્સ્લે મળે છે. તો Realme 11 Pro 5G માં પણ  100MP OIS ProLight કેમેરો છે. ફોન ત્રણ શાનદાર કલર ઓપ્શન (સનરાઇઝ બેઝ, એસ્ટ્રલ બ્લેક અને ઓએસિસ ગ્રીન) માં જરૂ કરવામાં આવ્યો છે. આવો જાણીએ તેના ફીચર્સ અને કિંમત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલી છે કિંમત?
Realme 11 Pro+ 5G ગ્રાહકો માટે બે અલગ વેરિએન્ટમાં આવે છે. તેમાં 8GB+ 256GB વેરિએન્ટની કિંમત 27999 રૂપિયા છે અને 12GB+256GB વેરિએન્ટની કિંમત 29999 રૂપિયા છે. 


તો Realme 11 Pro 5G ત્રણ વેરિએન્ટમાં આવે છે. તેના  8GB+ 128GB વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા, 8GB+ 256GB વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા અને 12GB+256GB વેરિએન્ટની કિંમત 27999 રૂપિયા છે. 


શરીરની ગરમીથી થશે Charging,સ્માર્ટફોનમાં હવે ચાર્જર લગાવવાની ઝંઝટ થશે ખતમ


મળશે આકર્ષક ઓફર્સ
પોતાના ફર્સ્ટ સેલમાં Realme 11 Pro+ 5G અને Realme 11 Pro 5G કસ્ટમર્સને 2000 રૂપિયા સુધીની ઓફર્સ મળી રહી છે. જો તમે HDFC Bank, SBI કે ICICI બેન્કના કસ્ટમર્સ છો તો તમને  Realme 11 Pro+ 5G ખરીદવા પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube