શરીરની ગરમીથી થશે Charging,સ્માર્ટફોનમાં હવે ચાર્જર લગાવવાની ઝંઝટ થશે ખતમ
Smartphone Charging: સ્માર્ટફોનને તમે ચાર્જરથી ચાર્જ કરી શકો છો પરંતુ ચાર્જરની જરૂર ન પડે તો તમારૂ કામ સરળ થઈ જશે. ખુબ જલદી આ થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Body Heat Smartphone Charging: ક્યારેક-ક્યારેક એમ લાગે છે કે સ્માર્ટફોન વગર ચાર્જિંગમાં મુક્યા વિના ચાર્જ થઈ જાય તો કેટલું સારૂ રહે. હકીકતમાં ઘણા લોકોને સ્માર્ટફોન ચાર્જિંગ પર લગાવવો કંટાળાજનક લાગે છે. આવા લોકો માટે માર્કેટમાં એક નવી તકનીક જલદી આવી શકે છે, જેમાં માત્ર પોકેટમાં કે પછી હથેળી પર રાખીને સ્માર્ટફોન ચાર્જ થઈ જશે. જો તમને આ વાત ખોટી લાગી રહી હોય તો તેવું નથી. આ ખરેખર સાચી વાત છે.
આઈઆઈટીના પ્રોફેસરનો દાવો
આઈઆઈટી મંડીના એસોસિએટ પ્રોફેસર અજય સોનીએ જે જાણકારી આપી છે તે હોશ ઉડાવી શકે છે. હકીકતમાં આઈઆઈટી એક ખાસ તકનીક પર રિસર્ચ કરી રહ્યું છે. આ ખાસ તકનીકની મદદથી ગરમીથી સ્માર્ટફોન ચાર્જ કરી શકાય છે. હકીકતમાં આઈઆઈટીમાં એવા મટીરિયલ પર રિસર્ચ ચાલી રહ્યું છે, જે થર્મો ઈલેક્ટ્રિક છે, જેનો મતલબ છે કે ગરમીથી વીજળી તૈયાર કરી શકાય. જો આ તકનીક પર સફળતા મળી જાય છે તો તે દિવસ દૂર નથી જ્યારે તમારો સ્માર્ટફોન પોકેટમાં રાખીને કે પછી હથેળી પર રાખીને ચાર્જ થઈ જશે અને તમારે ન કોઈ ચાર્જર કે ઈલેક્ટ્રિસિટીની જરૂર પડશે.
તમને જણાવી દઈએ કે જો આ તકનીક સફળ થાય છે તો સ્માર્ટફોનની સાથે ચાર્જરની જરૂર પડવાની નથી. સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે તમારે બસ તમારા ખિસ્સામાં રાખવો પડશે કે તમારી હથેળી પર રાખવો પડશે, એટલામાં તમારો સ્માર્ટફોન ચાર્જ થઈ જશે. આ તકનીકથી ન માત્ર સ્માર્ટફોન પરંતુ લેપટોપ, ઈયરબડ્સ સહિત ઘણી અન્ય ડિવાઇસ ચાર્જ થઈ શકશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે