21 એપ્રિલે લોન્ચ થશે Realme 8 5G, ત્રિપલ રિયર કેમેરા સહિત હશે આ ખાસિયતો
Realme 8 5G launch date: 4જી બાદ હવે હેન્ડસેટ નિર્માતા કંપની પોતાના લેટેસ્ટ 5જી વેરિએન્ટને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ રિયલમી ફોન વિશે અત્યાર સુધી કઈ-કઈ જાણકારી સામે આવી છે, આવો તમને તેના વિશે જાણકારી આપીએ.
નવી દિલ્હીઃ Realme 8 5G launch date: હેન્ડસેટ નિર્માતા કંપની રિયલમીએ પોતાનો નવા સ્માર્ટફોન રિયલમી 8 5G Smartphone ને લોન્ચ કરવાની તૈયારી કરી છે, આ વાતની જાણકારી કંપનીએ હાલમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આગામી Realme Mobile ફોન પાછલા મહિને ભારતમાં લોન્ચ થયેલ Realme 8 નું અપગ્રેડ વર્ઝન હશે. ટીઝ કરવામાં આવ્યું છે કે રિયલમી 8 5જી સ્માર્ટફોન ગ્રેડિએન્ટ બેક ફિનિશની સાથે આવશે.
રિયલમી 8 5જીને છેલ્લા કેટલાક સમયમાં અનેક સર્ટિફિકેશન સાઇટ્સ પર જોવા મળ્યો છે, આ ફોનને ભારત સહિત અન્ય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. Realme ના સત્તાવાર થાઈલેન્ડ ફેસબુક પેજથી Realme 8 5G ની લોન્ચ તારીખની જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે ટીઝર વીડિયોને પણ ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં આગામી સિયલમી સ્માર્ટફોનની ઝલક મળી છે.
આ પણ વાંચોઃ WHATSAPP એ જણાવ્યા સરળ KEYBOARD SHORTCUTS, હવે બધુ જ આંગળીઓના ટેરવે..
વીડિયોમાં રિયલમી 8 5જીની બેક પેનલ ગ્રેડિએન્ટ ફિનિશની સાથે બ્લેક શેડમાં જોવા મળી રહી છે, પરંતુ બેક પેનલ પર Dare to Leap બ્રાન્ડિંગ નથી જેમ રિલયમી 8ના પાછલા ભાગમાં જોવા મળી હતી. કેટલીક લીક્ડ ઇમેજમાં તે સંકેત આપવામાં આવ્યા છે કે Realme 8 5G ની બેક પેનલ પર પણ ટેગલાઇન હશે.
કેમેરા સેટઅપની વાત કરીએ તો આગામી રિયલમી સ્માર્ટફોનને 48 મેગાપિક્સલ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે ઉતારવામાં આવી શકે છે, યાદ અપાવી દઈએ કે રિયલમી 8 સ્માર્ટફોનના પાછલા ભાગમાં 64 મેગાપિક્સલ ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું હતું. 21 એપ્રિલે ફોન થાઈલેન્ડમાં તો લોન્ચ થશે પરંતુ કંપની ભારતમાં રિયલમી 8 5જીના લોન્ચને લઈે ટીઝ કરી રહી છે. પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કે ભારતમાં આ લેટેસ્ટ ફોન થાઈલેન્ડમાં લોન્ચ પહેલા ઉતારવામાં આવશે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube