નવી દિલ્હીઃ પોતાની સી-સિરીઝ લાઇનઅપનો વિસ્તાર કરતા સ્માર્ટફોન બ્રાન્ડ રિયલમીએ શનિવારે એક નવો સ્માર્ટફોન C11 2021 - ભારતમાં 6999 રૂપિયામાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 5000mAh બેટરી, 6.5 ઇંચ ડિસ્પ્લે, 8MP પ્રાઇમરી કેમેરા અને 2જીબી રેમ તથા  32GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયલમી ઈન્ડિયા અને યૂરોપના ઉપ પ્રમુખ, રિયલમીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માધવ શેઠે એક નિવેદનમાં કહ્યુ- રિયલમીની એન્ટ્રી-લેવલ સી સિરીઝને ભારત અને વૈશ્વિક સ્તર પર અમારા યૂઝર્સથી શાનદાર પ્રતિક્રિયા મળી છે. શેઠે કહ્યુ- અત્યાર સુધી અમારી પાસે વૈશ્વિક સ્તર પર 3.2 કરોડ રિયલમી ઉપયોગકર્તા છે અને અમને વિશ્વાસ છે કે realme C11 અમને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદ કરશે. 


આ છે ફોનના ખાસ સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનમાં  UNISOC નું SC9863A, એક ઓક્ટા-કોર પ્રોસેસર છે જે 1.6gGHz આર્મ કોર્ટેક્સ-A55 પ્રોફેસર આર્કિટેક્ચરની સાથે આવે છે. 


આ પણ વાંચોઃ દમદાર કેમેરા, શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થશે  JioPhone Next, માત્ર આટલી હશે કિંમત


સ્માર્ટફોન એક જિયોમેટ્રિક ડિઝાઇનની સાથે આવે છે અને બેક કવરને ઇન્ડસ્ટ્રી લીડિંગ જર્મન પાંચ-એક્સિસ પ્રીસાઇસ ઇનગ્રેવિંગ મશીનનો ઉપયોગ કરી બનાવટને ટેક્સ્ચર્ડ કરી છે અને એક સ્પેશિયલ સિફ્લેક્ટિવ લાઇટ ઇફેક્ટ બનાવવા માટે 450+ કર્વનો ઉપયોગ થયો છે. 


કલરમાં મળશે બે વિકલ્પ
કંપનીએ કહ્યું કે, આ ટેકનીકનો ઉપયોગ realme C11 2021 ને વધુ રંગીન, આકર્ષક, ઉપયોગકર્તાના હાથમાં આરામદાયક, આંગળીઓના નિશાન પ્રત્યે ઓછો સંવેદનશીલ અને પ્રભાવી રૂપથી સ્કેચ અને પડવાથી રોકે છે. આ રિયલમી ડોટ કોમ, એમેઝોન ડોટ કોમ અને મેનલાઇન ચેનલો પર બે આકર્ષક કલર કૂલ બ્લૂ અને કૂલ ગ્રેમાં ઉપલબ્ધ થશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube