દમદાર કેમેરા, શાનદાર ફીચર્સ સાથે લોન્ચ થશે JioPhone Next, માત્ર આટલી હશે કિંમત
માનવામાં આવી રહ્યું છે કે જીયોફોન નેક્સ્ટ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હોઈ શકે છે, જેની કિંમત 3500 રૂપિયા આસપાસ રહી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Cheapest 4G Smartphone JioPhone Next Launch Date Price: ભારતના મોટાભાગના લોકોના હાથોમાં સ્માર્ટફોન્સ આપવાનું સપનું જે રિલાયન્સ જીયોએ જોયું હતું, હવે તેને ગૂગલની મદદથી પૂરુ કરવાનો સમય આવી ગયો છે. હવે જલદી ભારતની સામે સૌથી સસ્તો 4જી સ્માર્ટફોન JioPhone Next આવશે. થોડા દિવસ પહેલા યોજાયેલી રિલાયન્સની એજીએમમાં કંપનીએ જાહેરાત કરી હતી કે તે ભારતમાં સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરશે, જે શાનદાર ફીચર્સથી લેસ હશે. લોકોએ તે અનુમાન લગાવ્યું હતું કે કંપની 5જી ફોન લોન્ચ કરશે, પરંતુ જીયો 4જી ફોન લોન્ચ કરી રહ્યું છે.
10 સપ્ટેમ્બરથી શરૂ થશે વેચાણ
માનવામાં આવી રહ્યું છે કે જીયોફોન નેક્સ્ટ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હોઈ શકે છે, જેની કિંમત 3500 રૂપિયા આસપાસ રહી શકે છે. આગામી 10 સપ્ટેમ્બરથી ભારતમાં જીયોફોન નેક્સ્ટનું વેચાણ શરૂ થશે. માનવામાં આવી રહ્યું છે કે જીયોફોન નેક્સ્ટની સાથે કંપની આકર્ષક ઓફર પણ આપી શકે છે. આવો તમને જણાવીએ આ ફોનની ડિઝાઇન, લુક અને ફીચર્ચ વિશે..
દમદાર ફીચર્સ
રિલાયન્સ જીયોએ JioPhone Next ને સર્ચ એન્જિન અને ટેક કંપની ગૂગલના સહયોગથી બનાવ્યો છે, જેમાં Android Operating Syastem નું સ્પેશિયલ વર્ઝન જોવા મળશે. જીયોના પ્રથમ સ્માર્ટફોનમાં Google Play store, ટ્રાન્સલેટ નાઉ, વોયસ આસિસ્ટન્સ સહિત ફીચર્સ મળશે. તેના લુક અને ડિઝાઇનની વાત કરીએ તો તેનું રિયર પોલિકાર્બોટેડ મટીરિયલનું છે અને તેના ફ્રંટમાં પિલ આકારનું મોડ્યૂલ જોવા મળે છે. તેના ફ્રંટ અને રિયર બન્નેમાં ફ્લેશ અને સિંગલ કેમેરા મોડ્યૂલ આપવામાં આવ્યું છે. તેના રિયરમાં જીયોનો લોગો આપવામાં આવ્યો છે અને તેની ઉપર કેમેરો તથા ફ્લેશ જોવા મળે છે. રિયરમાં સ્પીકર ગ્રિલ પણ આપવામાં આવ્યું છે.
દમદાર કેરમેરો
લીક રિપોર્ટ પ્રમાણે જીયો ફોનમાં ક્વોલિટી કેમેરો જોવા મળશે, જે નાઇટ મોડ, એચડીઆર એનહાંસ અને સ્નેપચેટ એઆર ફિલ્ટર સપોર્ટ કરશે. તમને જણાવી દઈએ કે હાલ ભારતમાં ફીચર ફોન જીયોફોનનું ખુબ વેચાણ થાય છે અને તેમાં યૂઝર્સની પાસે ઘણા વિકલ્પ છે. 1499 અને 1999 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને એક વર્ષ, 2 વર્ષ માટે ફ્રી કોલ અને ડેટાની સાથે ફ્રી ફોન પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે