ભારતમાં જલદી લોન્ચ થશે રિયલમી C11, ઓછા ભાવમાં દમદાર ફીચર્સ
આ ફોનમાં યૂઝરને 5000mAhની દમદાર બેટરી મળશે. આ બેટરી 12.1 કલાકના ગેમિંગ બેકઅપ અને 31 કલાકનો ટોકટાઇમ બેકઅપ આપે છે.
નવી દિલ્હીઃ રિયલમીએ પાછલા મહિને મલેશિયામાં પોતાનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન C11 લોન્ચ કર્યો હતો. હવે તેની જલદી ભારતમાં એન્ટ્રી થઈ શકે છે. કંપનીના સીઈઓ માધવ સેઠે સી સિરીઝના એક ફોનની લોન્ચિંગને ટીઝ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન C11 હોઈ શકે છે. કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલથી C સિરીઝની નેક્સ્ડ એડીશન લોન્ચ કરવાની વાત કહી છે. આ ફોન કંપનીનો બજેટ ફોન છે જે ઘણા ઓછા ભાવમાં દમદાર ફીચર્સની સાથે આવે છે. રિયલમી C11 રિવર્સ ચાર્જિંગ ફીચરની સાથે આવે છે. એટલે કે તમે આ ફોનનો ઉપયોગ પાવર બેન્કની જેમ કરી શકો છો.
કેટલી હશે કિંમત
રિયલમી C11ને હાલમાં મલેશિયામાં MYR 429 એટલે કે લગભગ 7600 રૂપિયાના ભાવની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન મિંટ ગ્રીન અને પેપર ગ્રે કલર વિકલ્પમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન સૌથી પહેલા મલેશિયામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. ફોનના ગ્લોબલ લોન્ચ વિશે હજુ જાણકારી સામે આવી નથી.
સેનાએ ફેસબુક સહિત 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જવાનોને કહ્યું- તાબડતોબ કરો ડિલિટ
આ ખાસિયત ફોનને બનાવે છે ખાસ
રિયલમીનો આ લેટેસ્ટ બજેટ એન્ડ્રોઇડ 10 પર રન કરે છે. ફોનમાં 6.5 ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસરની સાથે આવે છે. ફોનમાં 2 જીબી રેમ આપવામાં આવી છે. ફોનમાં 13MP પ્રાઇમરી કેમેરા વાળો ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. વીડિયો કોલ અને સેલ્ફી માટે ફોનમાં 5MP કેમેરા આપવામાં આવ્યો છે. ફોન AI બ્યૂટી, ફિલ્ટર મોડ, HDR, પોટ્રેટ મોડ અને ટાઇમલેપ્સ જેવા પ્રીલોડેડ કેમેરા ફીચર્સની સાથે આવે છે. ફોનમાં 32GB ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે.
પાવરફુલ બેટરીથી લેસ છે ફોન
આ ફોનમાં યૂઝરને 5000mAhની દમદાર બેટરી મળશે. આ બેટરી 12.1 કલાકના ગેમિંગ બેકઅપ અને 31 કલાકનો ટોકટાઇમ બેકઅપ આપે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ v5.0, GPS/ A-GPS અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube